Abtak Media Google News

મોદી મંત્ર-2 : આતંકવાદ હટાવવા અને શાંતિ સ્થાપવા દેશ દાઝ જગાવવી જરૂરી

13 થી 15 ઓગસ્ટ સુધી યોજાશે અભિયાન: સરકારી-ખાનગી સંસ્થાઓને તેમાં જોડાશે

ભારતમાંથી આતંકવાદ હટાવવા અને શાંતિ સ્થાપવા માટે પહેલા દેશ દાઝ જગાવવી ખૂબ જરૂરી છે. માટે કેન્દ્ર સરકારના ’હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવાની છે. જેના હેઠળ આવતા મહિને ત્રણ દિવસ સુધી દેશભરના 20 કરોડથી વધુ ઘરોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે.  એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને પ્રશાસકો સાથે ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અભિયાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ હેઠળ 13 થી 15 ઓગસ્ટ સુધી લોકભાગીદારી સાથે ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવશે અને સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ તેમાં ભાગ લેશે, એમ નિવેદનમાં જણાવાયું છે.  નિવેદન અનુસાર, શાહે કહ્યું કે 22 જુલાઈથી તમામ રાજ્ય સરકારોની વેબસાઈટના હોમપેજ પર રાષ્ટ્રધ્વજ દેખાવા જોઈએ, જ્યારે નાગરિકોને તેમના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગો પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. .

શાહે કહ્યું કે લોકોએ તિરંગા સાથે સેલ્ફી પણ લેવી જોઈએ અને તેને સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ’આઝાદી કા અમૃત મહોત્સવ’ એ દરેક નાગરિક માટે ગર્વની વાત છે અને આઝાદીના છેલ્લા 75 વર્ષો દરમિયાન માત્ર ભારતના લોકતાંત્રિક મૂળિયા જ ઊંડા નથી થયા, પરંતુ વિકાસની દૃષ્ટિએ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તેનું કદ ઊંચું થયું છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’આઝાદી કા અમૃત મહોત્સવ’ને નવી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને ’હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જશે.કેન્દ્ર સરકારે ત્રણ પ્રકારના ધ્વજ બનાવવાની વ્યવસ્થા કરી છે અને તે પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હશે અને લોકો ઓનલાઈન પણ ત્રિરંગો ખરીદી શકશે.

પ્રભાત ફેરીઓ પણ યોજાશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ’પ્રભાતફેરી’ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હતો અને તેથી રાજકીય પક્ષો, સરકારી સંસ્થાઓ, એનજીઓ અને સહકારી સંસ્થાઓને તેમના વિસ્તારોમાં ’પ્રભાતફેરી’ યોજવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.