Abtak Media Google News

દેશના સૌથી મોટી બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એકવાર ફરીથી શરણાઇ ગુંજવાની છે, અનંત અંબાણીની રોકા સેરેમની રાધિકા મર્ચન્ટ સાથે સંપન્ન થઇ છે. આ બન્નેની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં અનંત અને રાધિકા બન્ને ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે.

કપલની સગાઇ સેરેમનીની પ્રથમ તસવીર સામે આવી છે. તેમની સગાઇનો કાર્યક્રમ રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં જોવા મળે છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે. અનંત અને રાધિકાની સગાઇ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

Whatsapp Image 2022 12 29 At 4.23.18 Pm

રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટની પણ ગણના દેશના અમીર વ્યક્તિઓમાં થાય છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. આ પછી તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેમણે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 2017 માં સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઇસ્પ્રાવામાં જોડાય હતી. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે.

Whatsapp Image 2022 12 29 At 4.23.17 Pm 1

અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.