Abtak Media Google News

આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને એકતાના દર્શન કરાવે છે:વડાપ્રધાન

વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એકતાનગર ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજ હું અહિંયા રન ફોર યુનિટીના કાર્યક્રમમાં આવ્યો છું પરંતુ મારૂ મન મોરબી બનેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ જનતાના પરિવારોમાં પોરાયેલ છે. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ નાગરિકોને મારી શ્રધ્ધાંજલી પાઠવું છું. ગુજરાત સરકાર પુરી શક્તિથી ગઇકાલ સાંજથી રાહત અને બચાવ માટે કામ કરી રહી છે તો કેન્દ્ર સરકાર પણ રાજય સરકારને પુરી મદદ કરી રહી છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ સેવા અને વાયુ સેના બચાવ કાર્ય કરી રહી છે.

જે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યા પણ કાર્ય ચાલી રહ્યુ છે. ઘટનાની જાણકારી મળ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી રાત્રે મોરબી પહોંચ્યા હતા અને રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે. આ ઘટનાને લઇ એક કમિટિ બનાવી છે. હુ દેશના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છું કે રાહત અને બચાવના કાર્યમાં કોઇ કમી નહી આવે. આજે રાષ્ટ્રીય એકતા દિવસનો આ અવસર આપણને મુશ્કેલ સમયમાં એક જુટ્ટ થઇ તેનો સામનો કરી કર્તવ્ય પથ પર રહેવાની પ્રેરણા આપે છે.

Img 20221031 Wa0299

ગુજરાત રાજ્યમાં બનેલ આ ગોઝારા અકસ્માતમાં રાજ્ય સરકાર તેમના કર્તવ્યપથ ઉપર કામે લાગી ગઇ છે અને આ ગોઝારા અકસ્માત બનવા પાછળ શું કારણ છે તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં કારણે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં યોજવામાં આવેલ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે તે બદલ માફી માંગી હતી. દેશમાં આજ એકતા દિવસ નિમિત્તે યોજવામાં આવેલ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને તેમાં દેશનો જન જન એકતાનો સંકલ્પ કરી રહ્યોછે. દેશનો ગુજરાતનો સપૂત અને લોહપુરૂષ સરદાર પટેલ ન હોત તો દેશનું શું થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દેશ આજે જે ગતિથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેની પાછળ દેશના જન જનની એક બીજા સાથે વિવિધ ધર્મોની એક બીજા સાથે રહેલી એકતા જવાબદાર છે. આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને એકતાના દર્શન કરાવે છે.

વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલની મોરબીની હોનારત અને કોરોના મહામારીના કપરાકાળમાં દેશનો દરેક નાગરિકો પિડીતોની પડખે આવીને ઉભા રહયાં છે. આ એકતા જ ભારતના દુશ્મનોને ખટકે છે. ગુલામીના સમયમાં પણ દેશનો નાગરિક એકતાથી ગુલામી સામે લડતો રહ્યો હતો અને તેના પરિણામે દેશ આઝાદી મેળવી શક્યો છે. ગુલામીના સમયમાં જે ઝહેર ઘોળવામાં આવ્યું હતું તે ઝહેરનું પરિણામ આજ પણ ભોગવી રહ્યાં છીએ. આજે પણ દેશને તોડવા માટે વિદેશી તાકાતો અને દેશમાં રહી દેશ સાથે ગદારી કરનાર તત્વો ગતિશીલ છે અને તેનાથી આપણે સૌ એ બચવાનું છે. દેશને નબળો પાડવાની તાકાતને આપણે સૌ એ એકતાથી તોડી પાડવાની છે.

Img 20221031 Wa0300

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજના એકતા દિવસ નિમિત્તે સરદાર સાહેબે સોંપેલ જવાબદારીને આગળ વધારવાની છે અને દેશનો દરેક નાગરિક એક બીજાથી વિખુટો ન પડે તે આપણે સૌ એ જોવાનું છે. દેશનો દરેક નાગરિક સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ ના મંત્રથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે દેશમાં જ બનતી વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો થકી દેશમાં રોજગારીની તકો વધી છે. દેશમાં આજ દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે. દેશનો દરેક નાગરિક આજ સરદાર સાહેબના વિઝનને સાકાર થતુ જોઇ રહ્યો છે. દેશના નાગરિકોને તોડવા માટે દેશના ઇતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે દેશના નાગરિકની એકતા તૂટી છે.

આવા તત્વોને આપણે એકતા સાથે એક હિન્દુસ્તાની તરીકે આપવાનો છે. દેશના દરેક નાગરિકોને વિવિધ સમાજના લોકોને પ્રાથમિકતા આપવાનું કામ ભારત સરકાર દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેની શરૂઆત આદિવાસી ભાઇઓના ગૌરવ માટે આદિવાસી ગૌરવ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ એકતાનગર એ દેશના વિકાસ મોડેલમાં સ્થાન લેવા જઇ રહ્યું છે. એકતાનગરમાં જે રાજ પરિવારોએ દેશની એકતા માટે ત્યાગ આપ્યો છે તેમના માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે જેને આવનારી પેઢી તેમાંથી પ્રેરણા લઇ વિદેશી તાકાતો ભવિષ્યમાં દેશની એકતા તોડવાનું હિન કૃત્ય સામે પુરી તાકાતથી લડી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.