ટી-20 માટે હાર્દિક પંડ્યા ઉચ્ચસ્તરનો સુકાની સાબિત થશે : ડેવિડ મિલર

 

ગેમ પ્રત્યેની શિસ્ત, દરેક ખેલાડીઓને સાથે રાખવાની કુનેહ અને પ્રેસર ગેમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ક્ષમતા હાર્દિકને સફળ સુકાની બનાવશે

 

ટી 20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામેની કારની પરાજય બાદ ભારત વિશ્વ કપમાંથી આઉટ થઈ ગયું હતું. જેને લઇ ટી ટ્વેન્ટીમાં ભારતના નવા સુકાની કોણ હોઈ શકે તે અંગે ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે ત્યારે અનેક ખેલાડીઓ અને ક્રિકેટ રસિકોનું માનવું છે કે ભારતીય ટી ટ્વેન્ટી માટે હાર્દિક પંડ્યા જ એકમાત્ર સારો વિકલ્પ છે. આ વાતની પુષ્ટિ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટમેન ડેવિડ મિલરે પણ કરી છે. ડેવિડ મીના રે જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા એકમાત્ર ટી ટ્વેન્ટી નો એવો વિસ્ફોટક બેટમેન છે કે જે પોતાની શિસ્તના આધારે વિપક્ષીઓને માતા આપવામાં સક્ષમ છે અને તે યોગ્ય ગેમ પ્લાન્ટ સાથે જ હર હંમેશ રમત રમતો હોય છે. હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી વિશ્વ કપમાં સુકાની પદ સોંપવાની સાથે જ ટીમમાં સહેજ પણ ડર અનુભવાશે નહીં અને દરેક ખેલાડીઓમાંએ વાત ક્લિયર હશે કે ગેમમાં તેમનો રોલ શું છે. હાર્દિકની શ્રેષ્ઠ ભરી રમત અને તેની કુનેહ તેને મહાન સુકાની બનાવી શકે છે. વધુમાં ડેવિડરે જણાવ્યું હતું કે આઇપીએલ માં ગુજરાત ટાઇટન્સની ટીમ તરફથી હાર્દિક પંડ્યા દ્વારા જે પ્રેશર ગેમ હેન્ડલ કરી હતી તેનાથી એ વાત સ્પષ્ટ છે કે પ્રેશરમાં તે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપે છે અને એક ફિનિશરની ભૂમિકા ભજવે છે. ડેવિડ મિલર વધુમાં જણાવ્યું હતું કે તે એક નેચરલ લીડર ખેલાડી છે જે દરેક ખેલાડીઓને સાથે રાખી ગેમને ચેન્જ કરતો હોય છે અને આ તેની આવડતના કારણે જ ગુજરાત ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગનું વિજેતા બન્યું હતું. હાલ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની સીરીઝમાં પણ હાર્દિક પંડ્યા એ સુકાનીપત સંભાળી ભારતને 1-0થી સિરીઝ જીતાડી હતી. હવે બીસીસીઆઈ પણ એ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને િ2ં0 નો સુકાની બનાવવામાં આવે અને આગામી વિશ્વ કપ પહેલા ભારતીય ટીમ એક અલગ જ ભૂમિકામાં જોવા મળે.