લયબધ્ધ અવાજોની સંવાદિતા માનસિક શાંતિ આપે છે: સાઉન્ડ થેરાપી સેમિનાર યોજાયો

  • વિશ્વ યોગ દિવસ નિમિતે જીલ્લા શિક્ષણ તાલિમ ભવન ખાતે ઉજવણીમાં 50થી વધુ ભાવિ શિક્ષકો જોડાયા
  • ડો.પિયુષ રાજ્યગુરૂ, ડો.જ્યોત્સના કાકડીયા અને યોગગુરૂ રાજીવ મિશ્રાએ તલસ્પર્શી માહિતી આપી

વિશ્ર્વ યોગ દિવસ નિમિતે શહેરમાં યોજાયેલ વિવિધ ઉજવણીના ભાગરૂપે જીલ્લા શિક્ષણના તાલિમ ભવન ડાયેટ રાજકોટ ખાતે આજે ફુલડેની ઉઝવણી રાખી હતી. જેમાં કોલેજની 50થી વધુ ભાવિ શિક્ષિકાએ ભાગ લીધો હતો. સવારના સૂર્ય નમસ્કાર, સાદા યોગ, નૃત્ય યોગ, સાઉન્ડ થેરાપી સાથે છાત્રો માટે યોગ વિષયક ક્વીઝ અને ડિબેટ યોજવામાં આવેલ હતી.

સમગ્ર આયોજનમાં વિષય નિષ્ણાંત સાઉન્ડ થેરાપીમાં ડો.પિયુષ રાજ્યગુરૂ અને ડો.જ્યોત્સના કાકડીયાએ અને યોગ વિષયક યોગગુરૂ રાજીવ મિશ્રા અને શકિના ભારમલે સેવા આપી હતી. સાઉન્ડ થેરાપીમાં પંચ ધાતુના નાના-મોટા બાઉલ પર વિવિધ લયબધ્ધ અવાજોના તરંગોથી સેમીનારમાં અનોખી અનુભૂતિ થઇ હતી.

લાઇવ પ્રસારણનો હજારો દર્શકોએ લીધો લાભ 

પ્રારંભે સ્વાગત પ્રાચાર્ય મિનાક્ષીબેન રાવલે કર્યું હતું. સમગ્ર પ્રોજેક્ટ ડો.હેમાંગીબેન તરૈયા અને સોનલબેન ચૌહાણે સંભાળેલ હતું. વિશ્ર્વ યોગ દિવસ નિમિતે યોજાયેલા સેમીનારથી અમોને આજે ઘણુ શિખવા મળ્યું છે તેવો સૂર પ્રતિભાવમાં છાત્રોએ વ્યક્ત કર્યો હતો. વિવિધ ધ્વનીની ‘હાર્મની’ તન, મનને તંદુરસ્ત રાખે છે તો યોગ મેડીટેશન ગમે તેવા રોગને ભગાવે છે.

આજના યુગમાં માનસિક સ્વાસ્થ્ય સૌથી અગત્યની બાબત હોવાથી આપણા રોજીંદા જીવનમાં સૌએ યોગ-મેડીટેશન સાથે નાની મોટી કસરત કરીને તંદુરસ્ત જીવન જીવવું જોઇએ તેવું સેમીનારમાં તજજ્ઞોએ જણાવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું ‘અબતક’ ચેનલનાં સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ કરાતા વિશ્ર્વભરના હજારો લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

સમગ્ર આયોજનમાં ડાયેટના પ્રોફેસરો એ.ટી.પટેલ, નિશાદબેન બાબી, દિપાલીબેન વડગામા, ભાવનાબેન નકુમ, યજ્ઞાબેન રાદડીયા, માધવીબેન શુક્લ, ગંગાબેન વાઘેલા અને ઉમાબેન તન્નાએ સેમીનારને સફળ બનાવ્યો હતો.

ભાવિ શિક્ષકોને વિવિધ તાલીમ આપીનેતેની સજ્જતામાં વધારો કરીએ છીએ: ડો.હેમાંગી તેરૈયા

આજનો કાર્યક્રમ ડાયેટ ખાતે યોજાયો, જેમાં લેક્ચરર ડો.હેમાંગી તેરૈયાએ ‘અબતક’ સાથેની વાતચિત માં જણાવ્યું કે અમો કોલેજની ભાવી શિક્ષિકાને વિવિધ તાલિમ આપીને તેની સજ્જતામાં વધારો કરીએ છીએ. આજે તાલિમાર્થી ઓ સૂર્ય નમસ્કાર સાથે સુંદર નૃત્ય યોગા કરીને ઉજવણી ને ચાર ચાંદ લગાવી દીધા હતા.