હાશ હવે ગૅસનો તાપ ઓછો લાગશે: રાંધણ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી જાહેર

રાંધણ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી,એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે: કેન્દ્ર સરકાર

દેશમાં જાહેર જનતા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે.ગૃહિણીઓ ને હાલ કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. સતત  વધતાં ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

દેશમાં રાંધણ ગેસ (એલપીજી) પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે. આથી મોટાભાગના લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારે એલપીજી પરની સબસિડી બંધ કરી દીધી છે.

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગૅસ સિલિન્ડરમાં 200 રૂપિયા સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે