Abtak Media Google News

વ્યાજખોરિના દૂષણ ને ડામવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ ઝુંબેશ તૈયાર કરવામાં આવી છે. આ ઝુંબેશ થકી વ્યાજના ચંગુલમાં ફસાયેલા લોકોને બચાવવાનો અભિગમ સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરેક રાજ્યમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં 160 થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો માટે સુરત પોલીસ દ્વારા એક ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

.સુરત શહેરમાં કેટલાક એવા વ્યાજખોર છે કે, જે લોકોને ઊંચા વ્યાજે રકમ આપતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થકીથી વ્યાજખોરો ફફડાટ ફેલાયો હતો. વ્યાજખોર દ્વારા કેટલાક લોકોની મિલકતો પણ ખોટી રીતે વ્યાજના નામે પચાવી પાડવામાં આવી હતી.જે મિલકતો પણ પોલીસ દ્વારા વ્યાજખોરો પાસે છોડાવી લોકોને પરત કરાવી છે. વ્યાજખોર સામે પોલીસની કડક કાર્યવાહીની કારણે વ્યાજખોર પોતાની લીલા સંકેલી લીધી છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા લોકો ફરી વ્યાજના ચક્કરમાં ના ફસાય તે માટે નવો અભિગમ અપનાવામાં આવ્યો છે. શહેર પોલીસ હવે લોકોને બેંકમાંથી લોન આપવવાનું કામ કરશે.

નાગરિકો ફરીથી લોન લઈને વ્યાજના ચંગુલમાં ન ફસાઈ તે માટે પોલીસ લોન માટેની સમજણ હવે પોલીસ આપશે. જે કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય તેમને 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે. કોલ કર્યા પછી પોલીસ જે તે વ્યક્તિની માહિતીની નોંધ કરશે. નોંધ કર્યા પછી પોલીસ આ માહિતી બેંકના કર્મચારીને આપશે. બેંક જે તે વ્યક્તિની ખરાઈ કરીને લોન આપશે. સુરત શહેર પોલીસ દ્વારા બેંકોમાં ચાલતી 13 જેટલી સ્કીમોની માહિતી લોકોને આપવામાં આવશે અને તે અંતર્ગત લોકોને લોન અપાવવામાં આવશે.પોલીસે તમામ કો ઓપરેટિવ તેમાં નેશનલાઈઝડ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી લોન અપાવવા માટેની તૈયારીઓ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.