Abtak Media Google News

ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાનિઘ્યમાં નવ નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો પ્રારંભ

દેશ વિદેશના અનેક જૈન સંઘો, સંત, સતિજીઓ, હજારો ભાવિકો ભકિતભાવથી ‘લાઇવ’ જોડાયા

ગીરીવર ગિરનારની ગોદમાં નવનવ આત્માઓના આત્મયાત્રા દીક્ષા મહોત્સવના પ્રારંભે રાષ્ટ્રસંત ગુરૂવેદ નમ્રમુનિ મહારાજે બોધ આપતા જણાવાયું કે જે સમયને જાણે છે તે જ સમય પર સિઘ્ધત્વને પામે છે.

આકાર અને આકૃતિના આધારે ચાલી રહેલાં સમગ્ર સંસારના આકર્ષણથી મુક્ત બનીને નિરાકાર બનવા તરફની આત્મયાત્રાના પરમ હિતકારી સંદેશ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલાં નવ નવ આત્માઓના આત્મયાત્રા દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ આજના ગુરુ પુષ્ય નક્ષત્રના અમૃત યોગમાં શુકનવંતી સ્વસ્તિક વિધિથી કરવામાં આવ્યો હતો.

Images 1

પરમાત્મા નેમનાથની ભૂમિ-ગિરનારની ધરા પર  ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવાત્સલ્ય બીનાબેન અજયભાઈ શેઠ તેમજ લાભાર્થી પરિવાર નટવરલાલભાઈ વચ્છરાજ ચોક્સી પરિવારના સહયોગે મુમુક્ષુ  ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ  મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ  દીયાબેન કામદારના અઢાર અઢાર દિવસ સુધી ચાલનારા દીક્ષામહોત્સવના પ્રથમ અવસરે ઠય ઉંફશક્ષ ઘક્ષય ઉંફશક્ષ સાથે જોડાએલાં સમગ્ર ભારતના અનેક સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો ભક્તિભાવે લાઈવના માધ્યમથી જોડાઈ ગયાં હતાં.

આદ્ય ગુરુવર્યોના જયકાર અને પરમ ગુરુદેવના મુખેથી લોગસ્સ સ્તવના, દિવ્ય મંત્રોચ્ચાર તેમજ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના ગુંજારવ બાદ અત્યંત અહોભાવ સાથે દીક્ષાર્થીઓના પ્રવેશ વધામણા કરવામાં આવ્યાં હતાં.

દેહના આકારથી નિરાકાર એવા આત્મસ્વરૂપને પામવા માટેની આત્મયાત્રાની હ્રદયસ્પર્શી સમજણ આપતાં આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, આ સંસારની દીનતાને ત્યજી, દીક્ષાર્થીઓ જ્યારે પોતાની દીક્ષાની પ્રતિક્ષા કરી રહ્યાં છે ત્યારે એમના અંદરના પુરુષાર્થના પ્રારંભે જ તેઓ ભાવદીક્ષિત બની જતાં હોય છે. પગથી ચાલીને યાત્રા તો અનેક કરતાં હોય છે પરંતુ અંદરની પ્રજ્ઞા ચાલે તે આત્મયાત્રા હોય છે. આખો સંસાર ચાલી રહ્યો છે આકારથી પરંતુ આકારથી નિરાકાર બનવાની સાધના તે સંયમ હોય છે.

આકાર હંમેશા ગમા-અણગમા અને રાગ-દ્વેષનું કારણ બનીને અશુભ તરફ દોરી જાય છે પરંતુ આકારના આકર્ષણથી મુક્ત બનીને પળ પળની પરિક્ષાનું જીવન જીવવું તે દીક્ષા જીવન હોય છે. આપણે દીક્ષાર્થીઓ કે સંયમીઓના માત્ર આકારને નથી નિહાળવા પરંતુ એમની અંદર રહેલાં નિરાકાર એવા આત્માના દર્શન કરીને આપણે શુભ તરફ અને પછી સિધ્ધિ તરફ દોરાઈ જવાનું છે.

મારી ક્ષણ-ક્ષણ રાગમાં, આકર્ષણમાં વ્યતીત થઈ રહી છે કે આરાધનામાં વ્યતીત થઈ રહી છે એવી સમય સમયની સાવધાનીનું જીવન તે સંયમ હોય છે. કેમકે જે સમયને જાણે છે તે જ સમય પર સિધ્ધત્વને પામી લેતાં હોય છે. સંયમનો માર્ગ તે કસોટીની સોટીઓ ખાવાનો માર્ગ હોય છે. સહુની સાથે છતાં સ્વયંની સાથે, સ્વયંની સાથે છતાં સમુદાયની સાથે રહેતાં આવડી જાય તેમાં જ સંયમની સાર્થકતા રહેલી છે. પદાર્થની વચ્ચે પણ જે પરમને ભૂલતાં નથી, સમુદાયની વચ્ચે પણ જે સ્વયંને ભૂલતાં નથી તે આકારથી નિરાકારની મંઝિલ સુધી પહોંચી જતાં હોય છે. જેને માતા પિતાના આશીર્વાદ મળે છે તેને જ ગુરુ કે પરમાત્માની કૃપા ફળે છે.

આ અવસરે સ્વસ્તિકની સુંદર આકારણી રચીને એમાં બિરાજમાન થએલાં દીક્ષાર્થીઓની આત્મવિકાસ લક્ષી વિવિધ મુદ્રાઓ સંબંધી પ્રશ્નોની પરિક્ષા લેવાતાં મુમુક્ષુ ફેનિલકુમાર દ્વારા રચાએલી નિરાકાર મુદ્રાને નિહાળીને તેમજ નિરાકાર બનવાના લક્ષયની અભિવ્યક્તિ કરતાં. સર્વ ભાવિકો એમના અંતરંગ સંયમભાવો પ્રત્યે અહોભાવથી નત મસ્તક બની ગયાં હતાં.

ઉપરાંતમાં દીક્ષાર્થી  અલ્પાબેનના શ્રીમુખેથી પ્રભુ સાથે ઐક્યતા સાધવાના સંકલ્પની અભિવ્યક્તિ તેમજ દર્શાવવામાં આવેલી મુદ્રાની આત્મયાત્રા લક્ષી સમજણ આપતાં ઉપસ્થિત સહુને એમના પ્રત્યે અંજલિબધ્ધ કરી ગઈ હતી.

આ અવસરે કોલકત્તાના ભાવિકો દ્વારા દીક્ષા મહોત્સવમાં સહુને આમંત્રિત કરતાં સુંદર ગીત-નૃત્યની પ્રસ્તુતિ વિવિધ મુદ્રાઓને દર્શાવીને કરવામાં આવી હતી.

વિશેષમાં, પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં દિવ્ય મંત્રોચ્ચારના નાદ સાથે  દીક્ષાર્થીઓના માતા-પિતાએ લીલા વસ્ત્ર પર સ્વસ્તિકના શુભ પ્રતિકની કંકુવર્ણી શુકનવંતી ચિત્રાંકન વિધિ કરીને દીક્ષાર્થીઓના સંયમ જીવન પ્રત્યે શુભ ભાવનાઓ પ્રગટ કરતાં સર્વત્ર હર્ષ અને આનંદ આનંદ છવાઈ ગયાં હતાં. દીક્ષાર્થી આત્માઓએ આગમ સૂત્ર પર મંગલ ભાવો સાથે સ્વસ્તિક વિધિ કરીને ભવભ્રમણના અંત માટે સંકલ્પબધ્ધ થતાં દૃશ્યો ત્યાગની અનેરી પ્રેરણા પ્રસરાવી ગયાં હતાં.

શુભ મૂહુર્તની આ ઘડીએ પરમ ગુરુદેવના પાવન કરકમલથી દીક્ષાર્થીઓના રજોહરણ બંધન કરવામાં આવતાં સર્વત્ર જયનાદ ગૂંજી ઉઠ્યો હતો.

હજારો હૃદયના ઉત્સાહ-ઉમંગ, દીક્ષાર્થીઓનો સંયમ પ્રત્યેનો થનગનાટ, પરમાત્મભક્તિના કર્ણપ્રિય સૂરો અને ગુરુ ભગવંતના દિવ્ય સાંનિધ્યે આ અવસર દરેકના હૃદયમાં માંગલ્યતા પ્રસરાવી ગયો.

આત્મકલ્યાણની અનન્ય પ્રેરણા આપતાં દીક્ષા મહોત્સવના અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત તૃતીય દિવસે આવતીકાલ તા. ૩૦.૦૧.૨૦૨૧ શનિવારે આપણાં સહુના ઉપકારી એવા જિનશાસન પ્રત્યે અહોભાવની અભિવ્યક્તિ સ્વરૂપ વંદે શાસનમ કાર્યક્રમ અંતર્ગત શાસન વંદનાવલીની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવશે.

શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેકેદરેક ધર્મપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે આ અવસરોમાં જોડાઈને ધન્ય બનવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

બીજા દિવસે સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી સંયમની સાંજી ગુંજી ઉઠી

દીક્ષાર્થીઓના રજોહરણ નૃત્યના દ્રશ્યો હજારો ભાવિકોને સંગમ રંગે રંગી ગયા

4A545 C

જુનાગઢમાં ગિરનારની ગોદમાં દીક્ષા મહોત્સવના બીજા દિવસે સમગ્ર જૈન સમાજમાં પ્રથમવાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સંયમ સાંજી ગુંજી ઉઠી હતી.

ગુરુ-પરમાત્માના ચરણ-શરણમાં ભક્તિની અર્પણતા સાથે પ્રભુના હૃદયમાં વાસ કરવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના પરમ શરણમાં નવ-નવ આત્માઓના આત્મયાત્રા-દીક્ષા મહોત્સવના દ્વિતિય દિનનો અવસર હજારો હૃદયમાં સંયમના ભાવ તરંગોનું માધુર્ય રેલાવી ગયો હતો.

દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા  બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુ  ફેનિલકુમારઅજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ  એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ  નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ  નિધિબેન મડીયા, મુમુક્ષુ  મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ  દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના દ્વિતિય દિવસ વી જૈન વન જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના અનેક અનેક  સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને અનુમોદનાનો લાભ પામ્યાં હતાં.

ઉપકારી ગુરુવર્યો પ્રત્યે વંદનભાવ સાથે જય જયકારના ગુંજારવ સાથે નવ દીક્ષાર્થીઓનું અહોભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભક્તિરસમાં તન-મનને ઝબોળી દેનારા પરમ ગુરુદેવના  બોધ વચનો સાથે આ અવસરે દીક્ષાર્થીઓ દ્વારા રજોહરણ ઉપકરણ પ્રત્યેની ભાવ અભિવ્યક્રત અને દીક્ષા મંડપની બહારના પ્રાંગણમાં રચાએલાં સમવશરણની સુંદર અને દિવ્ય પ્રતિકૃતિ પર ઊંચા ઊંચા ગિરનારની સાક્ષીએ દીક્ષાર્થીઓ દ્વારા રજોહરણ ઉપકરણને હાથમાં લઈને અહોભાવથી કરવામાં આવેલાં ભાવ નૃત્યના ભક્તિભીના દૃશ્યોની સાથે સાથે ઉપસ્થિત ભાવિકો દ્વારા પણ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિ કિર્તના કરતાં અનન્ય દૃશ્યો હજારો ભાવિકોને સંયમ સંયમના ભાવમાં તરબતર કરી ગયાં હતાં.

ગાજી રહેલાં સંયમ અનુમોદનાના ગાન, પરમ ગુરુદેવની અમૃત વાણી,  અસ્મિતાબેનના ક્રણપ્રિય ગીતો અને રજોહરણ વંદનાવલીના દિવ્ય દૃશ્યો સમગ્ર કાર્યક્રમને સદાને માટે યાદગાર બનાવી ગયાં હતાં.

મહોત્સવમાં   તા. ૩૦ને  શનિવાર સવારે ૦૮.૩૦ કલાકે ગૌરવવંતા જિન શાસન પ્રત્યે વંદનભાવ અર્પણ કરતાં વંદે શાસનમ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.