Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ  સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, અને ઇસ્ટ ઝોન ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલ આધાર નોંધણી કેન્દ્રો ત પુન: કાર્યરત્ત કરવામાં આવેલ છે, આધાર નોંધણી ખાતે લાભ લેવા માટે ઓનલાઈન અને ટેલીફોનીક અપોઈન્ટમેન્ટ લેવાની રહે છે.કાલેત્રણેય ઝોનમાંથી ૧૬૫ લોકોએ આધાર કેન્દ્ર સેવાનો લાભ લીધો હતો, એક નાગરિક સેવા પૂર્ણ થયે ઉપયોગમાં લેવાયેલ બાયોમેટ્રિક ડિવાઇઝને સેનિટાઇઝેશન પણ કરવામાં આવે છે, અને આવનાર દરેક વ્યક્તિનું ટેમ્પરેચર, પલ્સ અને ઓક્સિજન લેવલ ચેકઅપ કરવામાં આવે છે અને દરેકના હાથ સેનિટાઇઝેશન કરવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા કેટલીક  સૂચનાઓનું આધાર કેન્દ્રોની મુલાકાત લેનાર રહીશોએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. માઈક્રો ક્ધટેન્ટમેન્ટ જાહેર કરેલ એરીયાના રહેવાસીની આધાર નોંધણી કરવામાં આવશે નહિ.  આધાર નોંધણી માટે આવતાં રહીશો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ-ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ જ આધાર નોંધણી-અપડેટ માટે આવી શકશે. જેથી રહીશોએ નીચેની વિગત મુજબ ઓનલાઈન-ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ ફરજિયાતપણે લેવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.