Abtak Media Google News

ભોજન સાથે સલાડનાં રુપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીનાં સાફર તત્વ અને જરુરી વિટામિન હોય છે. જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેન્ડવિચ, સલાડ કે પછી ભેળ વગેરેમાં ઉપરથી નાખીને ખાઇ શકાય છે. જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે. તો તમે બ્રશ કરી લો.

Advertisement

– આવો જાણીએ કાચી ડુંગળી ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ……

Pa1 E1423478500627૧- કબજીયાત દૂર કરે : ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેલા ભોજનને બહાર કાઢે છે જેનાથી પેટ સાફ થઇ જાય છે. તો જો તમને કબજીયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરુ કરી દો.

 

૨- ગળામાંથી કફ દૂર કરે : જો તમે શરદી, કફ, કે ગળામાં ખારાશથી પીડીત છો. તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમાં ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો.

 

૩- બ્લીડિંગની સમસ્યા દૂર કરે : નાકમાંથી લોહી, વહી રહ્યું છે તો કાચી ડુંગળી કાપીને સૂંઘી લો. આ ઉપરાંત જો પાઇલ્સની સમસ્યા હોય તો સફેદ ડુંગળી ખાવાથી બ્લીડીંગની સમસ્યા દૂર થઇ જશે.

 

૪- ડાયાબિટીસશને કંટ્રોલ કરે : ડુંગળીને કાચી ખાવામાં આવે તો તે શરીરમાં ઇંસુલિન ઉત્પન્ન કરશે. તો તમે ડાયાબિટીક છો તો તેને સલાડનાં રુપમાં ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલ થઇ જાય છે.

 

૫- દિલની સુરક્ષા : કાચી ડુંગળી હાઇ બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે. અને બંધ લોહીની ધમનીઓને ખોલે છે.

 

૬- કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે : ડુંગળીમાં મિથાઇલ સાલ્ફાઇડ અને અમીનો એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારું કોલેસ્ટ્રોલને વધારે છે.

 

૭ – કેન્સર સેલની ગ્રાથ રોકે : ડુંગળીમાં સલ્ફર તત્વ વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફ્સા અને પોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ મૂત્ર પથ સંક્રમણ સમસ્યાને ખતમ કરે છે.

 

૮- એનીમિયા ઠીક કરે છે : ડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ ટપકે છે. આવું ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે. આ સલ્ફરમાં એક પ્રકારનું તેલ રહેલું હોય છે. જે એનીમિયાને ઠીક કરવામાં મદદરુપ થાય છે. ખોરાક બનાવતી વખતે સલ્ફર બળી જાય છે. તેથી કાચી ડુંગળી ખાવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.