Abtak Media Google News

CJIના નેતૃત્વમાં પાંચ જજની પેનલ આ બાબતે કરશે સુનવણી

5 ઓગસ્ટ ૨૦૧૯નો દિવસ ભરત માટે એક ઐતિહાસિક હતો, જે દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરરજો આપતી કલમ 370 નાબુત કરી હતી. અને જમ્મુ અને કાશ્મીરને અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે વિભાજીત કાર્ય હતા. પારંતુ ૩૭૦ણી કલમ હટાવવા બાબતે કાયદેસરની પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા હતા.

2023 4Largeimg 2109261479

ચાર વર્ષ બાદ આ પ્રશ્નોની નિકાલ કરવા માટે ૨ ઓગસ્ટે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ પાંચ જજોની પેનલ ગોઠવાઈ છે અને સુનાવણીની શરૂઆત કરવામાં આવી છે. કલમ 370 નાબુદી સામે થયેલી અરજીઓની સુનાવણી અઠવાડિયામાં મંગળવાર, બુધવાર અને ગુરુવારના દિવસે કરવામાં આવશે. આ સિવાયના દિવસોમાં નવા કેસની સુનવણી કરવામાં આવશે.

પાંચ જજોની બંધારણીય બેચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ આ2 માર્ચ 2020માં બેન્ચમાં સાત જજ રાખવામાં આવ્યા હતા જે સુપ્રીમ કોર્ટે નકારી હાતી અને પાંચ જજ આ મામલાની સુનાવણી કરશે એવું જણાવ્યું હતું.

આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની ગતિ વધી છે, તેવા સમયે આ સુનાવણી એક પાયારૂપ કાર્યવાહી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.