Abtak Media Google News

નોંધનીય છે કે દેશમાં જુલાઈ મહિનાની GSTની આવક ૧૧ ટકા વધી છે.

ભારતમાં GSTની શરૂઆત સમયે થોડો માહોલ ગરમાયો હતો, અને અમુક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ GSTની શરૂઆત દેશને ફળી છે. વિવધ ગ્રાહકોને અનુલક્ષીને વિવિધ ચીજવસ્તુઓમાં GST લાગુ પડતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઘરવખરીની ચીજવસ્તુઓ, ઘર, ગાડી, હારવાફરવાની ડીમાંડ વધી છે ત્યારે તે સમયે ચૂકવાયેલા GSTને કારણે તેની આવકમાં અધધ વધારો જોવા મળ્યો છે.

Whatsapp Image 2023 08 02 At 12.04.25 Pm

જુલાઈ ૨૦૨૨માં GSTની ૧.૪૯ લાખ કરોડની આવક નોંધાઈ હતી. જયારે મે ૨૦૨૩માં એ આંકડો ૧.૫૭ લાખ કરોડે પહોચ્યો હતો. પરંતુ એક જ મહિનામાં એટલે કે જુન ૨૦૨૩આ એ અંક ૧.૬૧ લાખ કરોડ થયો.

વાત કર્કીએ જુલાઈ ૨૦૨૩ણી તો એ મહિનામાં GSTની આવક ૧.૬૫ લાખ નોંધાઈ હતી.  આમ દેશની GSTની આવક સતત પંચમી વખત ૧.૬૦ લાખ કરોડને પર થયી છે. જે ખરેખર નોધનીય પ્રગતિ ગણી શકાય.

નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈ ૨૦૨૩નું GST કલેક્શન ગયા વર્ષના જુલાઈ મહિનાની સરખામણીએ ૧૧ ટકા વધ્યું છે. આમ GSTની માસિક આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અત્રે નોંધનીય છે કે એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડનું વિક્રમી કલેક્શન થયું હતું.

જેમ GSTનું કલેક્શન વધી રહ્યું છે તેમાં GST પારીષદ દ્વારા નિયમિત સમયે કાયદ યોગ્ય પૂર્તતા અને ઓથોરીટી દ્વારા ઊંચા કલેક્શન સહીત વેપાર ઉદ્યોગના વિવિધ મુધે ક્લેરીફીકેશન કરવામાં આવે છે. આવકવેરા વિભાગની આવક નિયમિત થયી છે, તેમજ મજબુત જીએસ્તીને કરને કરચોરી પર પણ લગામ કસવામાં સફળતા મળી છે. જ્યાં ડુપ્લીકેટ ઇનવોઇસ બનવાવમાં આવી GST દર્શાવવામાં આવે ત્યાં કડક વલણ દાખવી તેને કંટ્રોલમાં રાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.