Abtak Media Google News

આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાય તેવી હવામાન વિભાગની આગાહી: રાજકોટનું 41.2 અને અમરેલીનું 42.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં સિઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે. રવિવારે 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું પહોટેસ્ટ સિટીથ રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હજુ આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

અમદાવાદમાં મે મહિનામાં એકવાર મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પાર જવાનો ક્રમ આ વર્ષે પણ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો રહી શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો 41 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું તેમાં સુરેન્દ્રનગર 42.3, અમરેલી 42.2, વલ્લભ વિદ્યાનગર 42, ગાંધીનગર અને રાજકોટ 41.8, વડોદરા 41.4, ડીસા 41.2નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડવાની વકી છે. મંગળવાર બાદ આકાશ સ્વચ્છ થઇ જશે. મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી. રવિવારે તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો.

ગરમીની સિઝનનું ખાસ ફળ કેરી છે. કેરીમાં વિટામીન-સીની સાથે બીજા પણ અન્ય એવા પોષક તત્વો છે. જે શરીરને પોષકતત્વો પૂરા પાડીને રોગપ્રતિકારકક્ષમતામાં વઘારો કરે છે. તો ગરમીની સિઝનમાં કેરીનું અવશ્ય સેવન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.