Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ વરસાદ ચાલુ રહેશે: જુનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારે સામાન્ય વરસાદ

રાજસ્થાન નજીક અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા તેની અસર તળે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે સવારે જોરદાર વરસાદનું ઝાપટુ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જુનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારે સામાન્ય વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

સ્ટેટ ક્ધટ્રોલ ‚મના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૯ જિલ્લાના ૫૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ૩૧ મીમી પડયો છે. રાજયમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં ૨૬.૯૩ ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ હવે સંપુર્ણપણે સક્રિય થયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૭ મીમી, ગોંડલમાં ૧૦ મીમી, લોધિકામાં ૧૦ મીમી, રાજકોટ શહેરમાં ૨૪ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ૪ મીમી, મોરબી જિલ્લાના ટંકારામાં ૧૯ મીમી અને વાંકાનેરમાં ૨૯ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં ૨૪ મીમી, કલ્યાણપુરમાં ૫ મીમી, ખંભાળિયામાં ૧૦મીમી, જુનાગઢ સીટીમાં ૫ મીમી, ગીર-સોમનાથ જિલ્લામાં ૧૦ મીમી, વેરાવળમાં ૩ મીમી, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૩ મીમી, લાઠીમાં ૨૪ મીમી, રાજુલામાં ૧૬ મીમી અને સાવરકુંડલામાં ૧૭ મીમી, ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં ૩૧ મીમી, ગારીયાધારમાં ૭ મીમી, જેસરમાં ૧૦ મીમી, પાલિતાણામાં ૨ મીમી, સિંહોરમાં ૧૫ મીમી, તળાજામાં ૬ મીમી, ઉમરાળામાં ૧૦ મીમી અને વલભીપુરમાં ૯ મીમી વરસાદ પડયો છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાના ગઢડામાં ૭ અને રાણપુરમાં ૩ મીમી વરસાદ પડયો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાંસૌરાષ્ટ્રમાં આજ સુધીમાં ૨૮.૩૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ વહેલી સવારે વરસાદનું એક જોરદાર ઝાપટુ વરસી જતા રાજમાર્ગો થઈ ગયા હતા. રાજકોટ ઉપરાંત જુનાગઢ, ગીરસોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.