Abtak Media Google News

રાજકોટમાં બપોર સુધી માત્ર ઝરમર વરસાદ બાદ બપોરે 3.30થી ધોધમાર તૂટી પડ્યો હતો. બે જ કલાકમાં અઢી થી પોણા ત્રણ ઇંચ પાણી વરસી જતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયું હતું. રાજકોટ નજીકના પડધરીમાં બપોર 2થી 16 મિમિ, 4 સુધીમાં 22 અને 6 વાગ્યા સુધીમાં બે ઇંચ ઉમેરા સાથે 72 મિમિ પડી ગયો હતો. વિંછીયામાં અડધો ઇંચ તથા ગોંડલમાં ઝાપટું વરસ્યું હતું. રાજકોટ પાસે આવેલા કુવાડવામાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો હતો.

Advertisement
એક જ રાઉન્ડમાં રાજકોટમાં 11થી લઈ 13 ઈંચ વરસાદ
વરસાદે શુક્રવારે શરૂ કરેલી ઈનિંગ જારી છે. સમયાંતરે ધોધમાર વરસાદ વરસીને માત્ર બે જ દિવસમાં જ રાજકોટમાં 11થી માંડીને 13 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 13, વેસ્ટમાં 12 અને ઈસ્ટ ઝોનમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હોવાના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અહેવાલ છે. જ્યારે આજી ડેમની જળસપાટી 15 ફૂટ અને ન્યારીમાં 18 ઈંચનો વધારો થયો છે.

– સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની, ધ્રોલ પંથકમાં લોકોનું સ્થળાંતર
– આજે અને કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદની સંભાવના
– જામનગરે અડધા ઇંચમાં માણી પલળવાની મોજ
– હડિયાણા બેટમાં ફેરવાયું, વાહન વ્યવહાર બંધ
– મોરબીમાં દોઢ ઇંચ, પડધરીમાં ધોધમાર 4 ઇંચ વરસાદ
– જૂનાગઢ, વેરાવળ, દ્વારકા, અને પોરબંદરમાં ઝાપટાં
– ફલ્લા અને જામવણથલીમાં 8 ઇંચ, રાજકોટ નજીકનાં કુવડવામાં 4 ઇંચ
– ધ્રોલ ગ્રામ્યમાં દે ધનાધન 10 ઇંચ

કયાં કેટલો વરસાદ
ટંકારા 14 ઇંચ
ધ્રોલ ગ્રામ્ય 8થી 10 ઇંચ
ફલ્લા 8 ઇંચ
જામવણથલી 8 ઇંચ
રાજકોટ 6 ઇંચ
ધ્રોલ 4 ઇંચ
પડધરી 4 ઇંચ
કુવાડવા 4 ઇંચ
વાંકાનેર સાડા ત્રણ ઇંચ
દેલવાડા દોઢ ઇંચ
લાલપુર દોઢ ઇંચ
જોડિયા દોઢ ઇંચ
મોરબી દોઢ ઇંચ
તાલાલા 1 ઇંચ
માંગરોળ અડધો ઇંચ
જામનગર અડધો ઇંચ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.