Abtak Media Google News

આજે રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, દ્વારકા, ગીર-સોમના અને કચ્છમાં ભારેી અતિ ભારે વરસાદની સંભાવના: સરકારી કર્મચારીઓની રજા રદ્દ, હેડ કવાર્ટર ન છોડવા આદેશ: સવારી રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગુજરાત તરફ આવ્યું છે જેની અસર ગઈકાલી રાજ્યમાં વર્તાઈ રહી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે. આજે સવારી રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસર ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત યા બાદ ગઈકાલે થોડુ નબળુ પડી ડિપ્રેશનમાં પરિવર્તીત યું હતું. હાલ તે છત્તીસગઢ અને તેની આજુબાજુના વિસ્તારમાં સ્રિ છે તે પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ તરફ મુવ કરે તેવી સંભાવના છે અને આગામી ૪૮ કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તીત શે. આ ઉપરાંત ઉત્તર-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને તેની સો જોડાયેલા વિસ્તારમાં એક સાયકલોનિક સકર્યુલેશન પણ સક્રિય છે જેની અસરતળે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે વડોદરા, આણંદ, ભ‚ચ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, પોરબંદર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમના અને કચ્છમાં ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ૧૦ થી ૧૨ ઈંચ સુધી ભારે વરસાદ પણ વરસી શકે છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રવિવારી વરસાદનું જોર ઘટશે. રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છમાં ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હોય વહીવટી તંત્ર એલર્ટ ઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને પણ હેડ કવાર્ટર પણ ન છોડવા તાકીદ કરવામાં આવી છે. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા સ્ટેન્ડ ટુ થઈ ગઈ છે. તમામ કર્મચારીઓને એક દિવસી વધુની રજા રદ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્ર સંપૂર્ણપર્ણે હાઈ એલર્ટ પર આવી ગયું છે. આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. આજે સવારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, ભાવનગરના ઘોઘા અને ભાવનગર શહેર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી  રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.