Abtak Media Google News
  • જીતુદાદ ગઢવી, ફરીદા મીર અને આશિફ ઝેરીયા પોતાના સુરીલા કંઠના કામણ પાથરશે તો રસપૂર્ણ સંચાલન લવલી ઠક્કર કરશે: સૌરાષ્ટ્રના નંબર-1 રાસોત્સવમાં બેસ્ટ સિંગર, મ્યુઝિસિયનના સહારે તમે થશો ભાવવિભોર
  • રિધમની દુનિયામાં જેનું દેશ-વિદેશમાં નામ છે તેવા કાલુ ઉસ્તાદ રિધમ સેક્શનનું સંચાલન કરશે: દિપક વાઢેલ, અભય વ્યાસ અને અમિત ભાલીયા મ્યુઝિક સંભાળશે તેમજ ઝીલ એન્ટરટેઇનમેન્ટ મ્યુઝિક ગ્રુપના સથવારે ‘અબતક-સુરભી રાસોત્સવ-2022’માં ખેલૈયાઓ હિલોળે ચડશે
  • સમગ્ર ગ્રાઉન્ડ નેટ ફ્લોરિંગથી સજ્જ, સપરિવાર સાથે રાસ-ગરબામાં આનંદ માણી શકાય તેવી અલાયદી વ્યવસ્થા: બાઉન્સરો દ્વારા સિક્યુરિટીની ચુસ્ત વ્યવસ્થા જળવાશે, સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે

નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાસોત્સવની રમઝટ બોલાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. છેલ્લાં બે વર્ષથી અર્વાચીન રાસોત્સવ બંધ હોવાના કારણે આ વખતે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવાનો ઉત્સવ બમણો થયો છે. ર્માં આદ્યશક્તિના પૂજનનો તહેવાર નવલી નવરાત્રિ જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રંગીલા રાજકોટના લોકો રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી અર્વાચીન દાંડીયારાસનું આયોજન કરતા ‘અબતક-સુરભી’ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ ‘અબતક-સુરભી રાસોત્સવ-2022’નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અને ‘અબતક-સુરભી રાસોત્સવ’ પણ તમને ડોલાવવા સજ્જ છે તમે પણ એક્શન મોડમાં આવી જાવ!

Dsc 3316

નવરાત્રિ એટલે દેશનો સૌથી મોટો લોકઉત્સવ! આ ઉત્સવમાં માઇ ભક્તિની સાથે શરીર-મનને સ્વસ્થ કરતા રાસની પણ રંગત જામે છે. ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય ગરબા નવરાત્રિની જ દેન છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવ નોરતા, દશેરા અને શરદ પૂનમ સુધી રાસ-ગરબા લેવાતા હોય છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે લોકો ઘર પૂરાઇને રહ્યા છે. કોરોનાની બીકે કેટલાંકનું માનસિક સ્વાસ્થ્ય વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે આ નવરાત્રિ તન-મનની પ્રફૂલ્લીતતા વધારવા, સ્ટ્રેસ ફ્રી થવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તે નક્કી છે. ત્યારે સૌરાષ્ટ્રના નંબર-1 ‘અબતક-સુરભી રાસોત્સવ-2022’ બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ સિંગર અને બેસ્ટ મ્યુઝિસિયન સાથે ખેલૈયાઓને ઝૂમાવવા સજ્જ છે. રાસ-ગરબામાં રંગત જમાવવા જાણીતા કલાકાર જીતુદાદ ગઢવી, આશિફ ઝેરીયા અને બેસ્ટ સિંગર ફરીદા મીર પોતાના સૂરીલા કંઠના કામણ પાથરશે તો રસપૂર્ણ સંચાલન લવલી ઠક્કર કરશે. ઉપરાંત રિધમ દુનિયામાં જેનું દેશ-વિદેશમાં નામ છે તેવા કિંગ રિધમ આર્ટીસ્ટ કાલુ ઉસ્તાદ રિધમ સેક્શનનું સંચાલન કરશે તેમજ દિપક વાઢેલ, અભય વ્યાસ અને અમિત ભાલીયા મ્યુઝિક ડિપાર્ટમેન્ટ સંભાળશે અને ઝીલ એન્ટરટેઇનમેન્ટ મ્યુઝીક ગ્રુપના સથવારે ‘અબતક-સુરભી’ના ખેલૈયાઓ હિલોળે ચડશે.

Dsc 3314

‘અબતક-સુરભી રાસોત્વ’ દ્વારા આંખે ઠરે તેવું સમગ્ર ગ્રાઉન્ડમાં નેટ ફ્લોરીંગવાળુ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. સાથોસાથ સહપરિવાર સાથે રાસ-ગરબામાં આનંદ માણી શકાય તેવી ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડમાં બે લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સરાઉઝીંગ લાઇનએર ઇફેક્ટ દ્વારા સમગ્ર ગ્રાઉન્ડમાં ખેલૈયા ગરબાની મજા માણી શકશે અને એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે.

‘અબતક-સુરભી રાસોત્સવ’માં દર વર્ષે સિક્યુરીટી લાજવાબ હોય છે. બાઉન્સરો દ્વારા સિક્યુરીટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે અને સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. ‘અબતક-સુરભી’ રાસોત્સવના ગ્રાઉન્ડમાં અંદાજે 7,000 જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

‘અબતક-સુરભી રાસોત્સવ’ને સફળ બનાવવા સુરભી રાસોત્સવના ચેરમેન વિજયસિંહ વાળા તેમજ ગૌરાંગભાઇ બુચ અને પંકજ સખીયા, હિરેન અકબરી, જીગર ભટ્ટ, પ્રતિક ચાવડા અને આયોજકની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ‘અબતક-સુરભી રાસોત્સવ-2022’ના પાસ માટે 124, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાશે.

અર્વાચીન ગરબાના યુગમાં પ્રાચીન સંસ્કૃતિ અને યુવા ધનના ઓરતાનું સમન્વય સાધવામાં સુરભી સંપૂર્ણ સફળ વિજયસિંહ વાળા

Dsc 3318

નવરાત્રી મહોત્સવ નો રાજ્યભરમાં ભારે ઉત્સાહ ભર્યો માહોલ ઉભો થયો છે બે વર્ષના કોરોના કાળના અંતરાલ બાદ આ વર્ષે માતાજીની કૃપાથી ખેલૈયાઓને મન મૂકીને માની આરાધના અને રાશોત્સવ માણવાનું અવસર મળી રહ્યો છે ત્યારે રાજકોટના ખેલૈયાઓ માટે હંમેશા વોટ ફેવરિટ રહેલી અબતક સુરભી નવરાત્રી મહોત્સવનું આ વર્ષનું આયોજન પણ જરા હટકે હશે અર્વાચીન ગરબાથી હંમેશા મા બાપ તેમની દીકરીને મોકલવા સંકોચ અનુભવે છે પરંતુ સુરભી ની ઝડપ સુરક્ષા વ્યવસ્થા અને ઘર જેવા વાતાવરણને કારણે અહીં તમામ વર્ગના પરિવારો પોતાની દીકરીઓને નવે નવ દિવસ સુધી માં અંબા ની સ્તુતિ કરવા ની ની સંકોચ મોકલે છે તે

જ અમારા અબ તક સુરભી ના આયોજનની પબ્લિક ક્રેડિટ છે એ તમે જોઈ લેજો અબ તક સુરભી ની ટીમ ના સહયોગ થી જ આ આયોજન ઉપર દર વર્ષે ચાર ચાંદ લાગે છે મને મારી ટીમે જ સાચો કેપ્ટન બનાવ્યો છે તેમ વિજય સિંહ વાળાએ ભાવુક થઈને જણાવ્યું હતું.

હું મારા પિતાના પગલે સુરભીના આયોજનના રૂપમાં “મા” સેવામાં આનંદની અનુભૂતિ કરુ છે: રવિરાજસિંહ વાળા

Dsc 3329

રાજકોટના નવરાત્રી મહોત્સવમાં અનોખી ભાત અને સર્વશ્રેષ્ઠ આયોજન માટે જાણીતા અબતક સુરભીના મુખ્ય આયોજક વિજયભાઈ વાળાના પગલે તેમના યુવાન પુત્ર રવિરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે મારા પિતાએ સુરભીના આયોજનમાં કમર કસી રહ્યા છે, હું પણ મારા પિતા ના પગલે સુરભીના આયોજનના રૂપમાં મા અંબાની સેવા કરવામાં આનંદની અનુભૂતિ કરું છું મારા પપ્પા વિજયભાઈ વાળા આયોજનમાં 2008 થી ખેલૈયાઓને કંઈક નવું આપવાની તમન્ના રાખે છે આયોજનમાં પૈસાનું ક્યારેય મહત્વ નથી અપાયું હા ક્વોલીટીની હંમેશા ચીવટ રાખવામાં આવી છે એ પણ મારા પિતા સતત પણે ક્વોલીટી સાથે ક્યારેય બાંધછોડ ન કરવાની તાકીદ કરતા રહે છે અને આથી જ હું આ કામમાં ખંતપૂર્વક આયોજનમાં સામેલ થવામાં સફળ થયો છું.

સુરભી પરિવારમાં  કોઈ નાનું  મોટું  નથી, સામાન્ય માણસને પણ  “પ્રમુખ”  જેવો જ  દરજ્જો  આપે છે વિજયભાઈ  વાળા:  પંકજ સખીયા

Screenshot 1 42

રાજકોટની શાન અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઊંચું નામ ધરાવતા અબતક સુરભી નવરાત્રી મહોત્સવ ના આયોજનમાં પરિવારનો ભાવ રાખવામાં પ્રમુખ વિજયસિંહ વાળા સફળ રહ્યા છે કમિટીના સભ્ય પંકજભાઈ ભટ્ટ જણાવે છે કે અહીં પરિવારનો માહોલ છે કોઈ નાનો મોટો નથી પ્રમુખ વિજયસિંહ દરેક નાના સભ્યોને પણ પ્રમુખ જેવી જ જવાબદારી અને માન આપે છે.

આથી જ અબતક સુરભી ના આયોજન માં ક્યાંય કચાશ રહેતી નથી અને દર વખતે કંઈક ને કંઈક નવું આપવા સફળતા મળે છે તેની પાછળ પ્રમુખ વિજયસિંહ વાળા ના મનમાં રહેલી પરિવારની ભાવના હોવાનું તેમણે જણાવ્યું હતું

 

અબતક સુરભી રાસોત્સવમાં નિષ્પક્ષ રીતે જ ખેલૈયાઓને જજ કરવામાં આવે છે જે તેની સાખ છે : ગૌરાંગ બુચ

Dsc 3325 1

અબતક સુરભી રાસોત્સવના ગૌરાંગ બુચે અબતક સાથે મુક્તમને વાર્તાલાપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વર્ષ 2012થી વિજયભાઈ સાથે સંકળાયેલા છીએ. જજની ટીમ તરીકે આવવાનું શરૂ કર્યું હતું.વિજયભાઈનો સ્વભાવ ખુબજ સારો છે તેઓ માત્ર ખેલૈયાઓ જ નહીં, પરંતુ કમિટીના સભ્યોને પણ સાથે રાખીને આગળ ચાલે છે. તેઓએ ઉમેર્યું હતું કે અબતક સુરભી એટલે કે વિજયસિંહ વાળા પરંતુ દર વર્ષે સમિતિમાંથી જ અબતક સુરભી રાશોત્સવમાં પ્રેસિડેન્ટની નિયુક્તિ કરવામાં આવતી હોય છે જે દર વર્ષે અલગ હોય છે અને તેને પ્રોતસાહિત પણ કરાય છે. વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં જે કમિટી મેમ્બર હતા અને જે તેઓ હાલ અબતક સુરભીમાં સહભાગી નથી તેમ છતાં તેઓના નામ કમિટી માં રાખવામાં આવ્યા છે જે વિજયસિંહ વાળા નો સ્વભાવ ઉજાગર કરે છે. એટલું જ નહીં અબ તક સુરભીમાં ખેલૈયાઓ ને નિષ્પક્ષ રીતે જજ કરવામાં આવે છે અને જજને પણ મુક્તદોર આપવામાં આવતો હોય છે જ્યાં તેઓ અલગ ફાઇલમાં ખેલૈયાઓને અંક આપતા હોય છે.

‘અબતક-સુરભી’ રાસોત્સવ-2022નું અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમ દ્વારા લાઇવ નિહાળી શકાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.