Abtak Media Google News

હાય એન્ડ કેમેરા બનાવતી કંપની ‘રેડ’ Aપ્રિમીયમ સ્માર્ટ ફોન બનાવવાની જાણ કરી છે. જેનું નામ હાઇડ્રોજન વન છે. આ ફોનમાં એક એવું ફિચર છે. જે આખા દુનિયામાં ચર્ચા બની જશે. કં૫નીએ આ ફોનમાં હોલ્લોગ્રાફિક ડિસ્પ્લે એટલે કે (3 D ડિસ્પ્લે) આપશે. આ ફોનમાં ૫.૫ ઇંચની ડિસ્પ્લે જે પોતાની મરજી પ્રમાણે લોકો તેને  2 Dઅને 3 Dપર સેટ કરી શકશે. આ ફોનની મ્યુઝિક સીસ્ટમ પણ અત્યાર કરતા બધા ફોન કરતા અલગ હશે.

આ ફોનના ફિચર્સની વાત કરીએ તો કં૫નીએ બટન આકારનો કેમેરો બહાર પાડ્યો છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જો કે રેડ કંપની કેમેરા માટે જ જાણીતી કં૫ની છે. એટલે ફોનમાં જબરજસ્ત કેમેરો આપવામાં આવશે તેમાં કોઇ શંકા નથી. સાથે-સાથે આ ફોનમાં માઇક્રો SDસ્લોટ અને ‘હેડફોન જેક’ પણ આપવામાં આવ્યું છે.

Whatsapp Image 2018 02 17 At 2.18.22 Pm 1શરુઆતમાં આ ફોન રેડની વેબસાઇટ ઉપર જ ઉપલબ્ધ હશે. અને આ ફોનની કિંમત ૭૭,૦૦૦ રૂ. થી શરુ થશે. અને ૧ લાખ ૩ હજારની કિંમતમાં પણ આ ફોન વધારે ફિચર્સ સાથે ઉપલબ્ધ થશે.

આ ફોનની મહત્વની વાત એ છે કે આ ફોનને યુનિક ડિઝાઇન આપવામાં આવી છે કે જે જરુરીયાત મુજબ ડિઝાનઇ ચેન્જ થઇ જશે. જે વિશ્ર્વની સૌથો મોટામાં મોટી ક્રાંતિ હશે ડિઝાઇન બાબતે આ ફોન દુનિયાનો પહેલો એવો ફોન હશે કે જે જાતે જ ડિઝાઇન ચેન્જ કરી લેશે.

Whatsapp Image 2018 02 17 At 2.18.58 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.