Abtak Media Google News

શું તમારા બાળકને જીનીયસ બનાવવું છે? તો કાલે સવારે ૭ કલાકે હેમુગઢવી હોલ ખાતે પેરેન્ટીંગ સેમિનારમાં પહોંચી જજો

રાજકોટ ખાતે એક માતા-પિતા કે જેમના બાળકો અત્યારના ભણી રહ્યા છે તેમના જીવનમાં ભણતરની સાથે જીવન પ્રત્યેનું ઘડતર કેવી રીતે આવે અને બાળકોની કાળજી કેવી રીતે રાખવી તેની માહીતી તેમજ બાળકોને ગુસ્સા અને જીદમાંથી કેવી રીતે મુકત કરવાં અથવા કેવી રીતે ટીવી કે મોબાઇલથી દુર રાખવા, કેવી રીતે ખરાબ સંગતમાંથી તેને બહાર લાવવા અને સૌથી મોટી વાત બાળકની અંદર પડેલી શકિતને કેવી રીતે ઉજાગર કરી બહાર લાવવી તેના માટે એક પેરેન્ટીંગ વર્કશોપનું આયોજન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સવારના સાત કલાકથી સાડા નવ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલ તા.રપમી જુલાઇએ છે. જેને મોટીવેશનલ સ્પીકર શિવાંગી દેસાઇ અને સ્નેહ દેસાઇ સંબોધીત કરશે.

Advertisement

પ્રશ્ન:- સ્નેહ દેસાઇએ મોટીવેશન ગુરૂ બન્યા તેની પ્રેરણા આપને કયાંથી મળી?

જવાબ:- આ પ્રશ્નના ઉત્તરમાં સ્નેહ દેસાઇએ જણાવ્યું હતું કે તેમને મોટીવેશનની પ્રેરણા તેમના માતા-પિતા પાસેથી મળી હતી કે તેઓ ચાર વર્ષની વયે તેઓ પોતે મેડીટેશન શીખવા માટે જઇ શકયાં હતાં. ત્યારબાદ સાત વર્ષની ઉમરે સબ કોન્શીયસ માઇન્ડ એટલે કે સાઇકલોજી ઉપર શીવાનું ચાલુ કર્યુ અને ત્યારબાદ નવ વર્ષની ઉંમરે તેમના માતા અને પિતાએ તેઓને સ્ટેજ ઉપર જઇ પ્રોગ્રામ કરવાની પિતાએ તેઓને સ્ટેજ ઉપર જઇ પ્રોગ્રામ કરવાની પ્રેરણા આપી અને માત્ર એટલું જ કહ્યું કે અત્યાર સુધી તે જેટલું પણ શીખ્યું અને જાણ્યું તે લોકો સુધી પહોચાડી શકે છે. તેથી હું મારી જીંદગીમાં મારા માતા-પિતાને ગુરુ માનું છું.

પ્રશ્ન:-બધાના માતા-પિતાનું એક સ્વપ્ન હોય છે કે મારું બાળક મોટું થઇ ડોકટર એન્જીનીયર બને ત્યારે આપના પિતાનું સ્વપ્ન શું હતું?

જવાબ:- તેના ઉત્તરમાં જણાવતાં કહ્યું હતું કે મારા માતા-પિતાનું કહેવું એટલું જ હતું કે તું જે કયારેય પણ કહ્યું નથી કે તું એન્જીનીયર અથવા ડોકટર બન એવું પણ નથી કીધું કે તારે અમારી સાર-સંભાળ રાખવી પડશે. મારી માતા-પિતાએ માત્ર મને સ્વતંત્રતા આપી હતી અને હું તારી સાથે જ છું તેવો વિશ્વાસ આપ્યો હતો જેના કારણે અત્યાર હું અહીં પહોંચી શકયો છું.

Helpful-Or-Hindering-Parents-In-The-Development-Of-Children
helpful-or-hindering-parents-in-the-development-of-children

પ્રશ્ન:- લોકોના જીવનમાં મોટીવેશન એ ખુબ જ જરૂરી છે ત્યારે આપ લોકોને મોટીવેટ કરો છો જે ખુબ જ સારૂ કાર્ય ગણી શકાય ત્યારે આપનું શું માનવું છે?

જવાબ:- આજનો માનવી જયારે ડિપ્રેશનમાં આવે છે ત્યારે તે એવું માને છે કે હું કોઇ દવા ખાઇ લવ જેથી કરીને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઇશ. અથવા તો સમય બદલાઇ જાય ત્યારે હું ડિપ્રેસનમાંથી બહાર નીકળીશ. પરંતુ જો સાચું કહું તો જયાં સુધી વ્યકિત પોતાના મનથી નહિ ધારે ત્યાં સુધી તે કંઇપણ બદલાવી શકશે નહી. કારણ કે મારું એવું માનવું છે કે ચમત્કાર થતાં નથી ચમત્કાર કરવા પડે છે. તેના માટે આપણે જ પ્રયત્નો કરવા પડે છે. મોટીવેશન એક એવી વસ્તુ છે કે જેને જો આપણે શોધવા જઇએ તો તે નહિ મળે તે આપણી અંદર જ રહેલું હોય છે અને જો તેની માટે જીવનમાં કોઇ મહત્વનો ભાગ ભજવે છે તો તે છે ગોલ સેટ કરવો જો આપણું લક્ષ કયામ હશે તો આપણને ત્યાં સુધી પહોચવા કોઇ તાકાત રોકી નહિ શકે.

પ્રશ્ન:-બે કહેવત અલગ અલગ છે પણ એક રીતે જોઇએ તો કયાંક સમાન પણ કહી શકાય જેમાં પહેલી કહેવત એ છે કે કંઇક મેળવવું હોય તો કંઇક ગુમાવવું પડે અથવા બીજી કહેવત એ પણ છે કે કંઇક મેળવવું હોય તો કંઇક વાવવું પડે જેને કેવી રીતે જુઓ છો?

જવાબ:- જેમાં ઉત્તરમાં સ્નેહ દેસાઇએ જણાવ્યું હતું કે બન્ને કહેવાતો પોત પોતાની જગ્યાએ સાચી છે જેનું હું એક  વાત દ્વારા કહેવા માંગું છું કે તમે ઉડવા માંગો છો તો તમે એવા મિત્રો સાથે રહેવાનું બંધ કરી દો કે જેઓ જમીન ઉપર રહેવા  માંગે છે એનો મતલબ એવો થાય છે કે એ મિત્ર એવો છે કે જેને કયારેય પણ ઝીરોથી સુપર હીરો બનતા કયારેય પણ લોકોને નહિ જોયા હોય ત્યારે કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે આ કહેવત સાર્થક થાય છે.

Helpful-Or-Hindering-Parents-In-The-Development-Of-Children
helpful-or-hindering-parents-in-the-development-of-children

પ્રશ્ન:- ઘણી વખત લોકો પોતાનું નસીબને દોષ આપતા હોય છે અથવા તો નસીબ નથી એટલે નહિ મળ્યું હોય તેવી વાતો કરતાં હોય છે ત્યારે આપ શું માનો છો?

જવાબ:- આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે હું થોડા સમય પહેલા જલગાંવમાં ત્યાં મારું મળવાનું થયું એક દિપસ્તંભ નામની સંસ્થામાં કે જયાં બાળકોના હાથ નથી, પગ નથી કોઇકની ઉમર હોય ત્રીસ વર્ષ પણ તેની હાઇટ માત્ર ત્રણ ફુટ જ હોય મતલબ કે જેને આપણે શારીરિક રુપે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ ત્યારે તેવા બાળકો વચ્ચે રહ્યો અને જે બાળકોના હાથ ન હતાં તેવા બાળકો પગેથી એટલું સુંદર લખે તે કદાચ આપણે લોકો હાથેથી પણ લખી શકતો નથી. ત્યારે મને એ વસ્તુ માનવામાં આવી કે ‘ઇન હાથો કી લકીરો પર કભી વિશ્વાસ મત કરના કયોં કી તકદીર તો ઉનકી ભી હોતી હૈ જીન કે હાથ નહિ હોતે’ ત્યારે મારું એવું માનવું છે કે આપણે જ આપણી કિસ્મત લખીએ છીએ અને બનાવીએ છીએ.

પ્રશ્ન:- સ્નેહ દેસાઇ કે જે મોટીવેશનલ ગુરુ છે તેમની દિનચર્યા શું છે?

જવાબ:- આ પ્રશ્નના ઉત્તરમાં સ્નેહ દેસાઇએ જણાવ્યું હતું કે મારા દિવસની શરુઆત કસરતથી થાય છે. કારણ કે મારું એવું માનવું છે કે મનને જો સ્ટ્રોંગ રાખવું હોય તો શરીરને પણ મજબુત રાખવું ખુબ જ જરુરી છે. જેમાં હું સવારે ૧ થી દોઢ કલાક સુધી કાર્ડિયો, પ્રાણાયામ, મેડીટેશન અને તેની સાથે સાથે કસરતો પણ કરું છું. પરંતુ કસરતની સાથે મેડીટેશન એ ખુબ જ જરુરી એટલા માટે છે કે આપણી આજુબાજુમાંથી ઘણી બધી નેગેટીવ ઉર્જાઓ આવતી હોય છે. ત્યારે આ નકારાત્મકતાની વચ્ચે પોઝીટીવ થવું હોય તો રોજ મેડીટેશન કરવું જરુરી છે. ત્યારબાદ હું કંઇક નવું નવું શીખવા માટે આતુર હોઉ છું. જેમ કે કોઇ સારી બુક વાંચવી અથવા કોઇ સારા વ્યકિતને સાંભળતો હોઉ છું મારું એવું માનવું છે કે હું કોઇ મલ્ટીયલ કામ સાથે ન કરવું જોઇએ. કારણ કે જો આપણે બધા કામો જો સાથે કરીએ.

તો દિવસમાં ૧૩ થી ૧૪ કામ સાથે કર્યા હોય તો છેલ્લે દિવસના અંતમાં જો આપણે પ્રોગ્રેસ ઉપર જઇએ તો આપણને પ્રોગ્રેસ ન દેખાય અને આપણને એવું લાગે કે હું આજે કામ કરવામાં નિષ્ફળ ગયો છું. છેલ્લે આપણે નસીબને દોષ આપતા હોઇએ છીએ પરંતુ જો આપણે કોઇ એક સમયે એક જ કાર્ય કરીએ પણ એવું કરીએ કે જેમાં સફળતા ૧૦૦ ટકા મળે તો તેમાંથી આપણને બીજા કામો કરવાની પ્રેરણા મળી શકે છે.

Helpful-Or-Hindering-Parents-In-The-Development-Of-Children
helpful-or-hindering-parents-in-the-development-of-children

પ્રશ્ન:- ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપે ખુબ જ પ્રેરણા લીધી છે. તો તેના વિશે આપ શું કહેશો?

જવાબ:- આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે જો કૃષ્ણના જીવન વિશે હું વાત કરું તો ઘણું બંધુ ઓછું છે કેમ કે તેમાંથી હું તો શીખ્યો પરંતુ ઘણા બધાં લોકો તેમનું અનુકરણ કરે છે જેનું હું એક ઉદાહરણ આપું છું કે ભગવાન કૃષ્ણ લોકો માટે જે પણ કરતાં હતાં. તેમણે તેમના મોટાભાઇ માટે, બહેન માટે, પત્ની માટે અને પરિવાર માટે જેટલું પણ કયુ અને પાંડવો જીત્યા તેમાં પણ કૃષ્ણ એ મદદ કરી ત્યારે શકય બન્યું. પરંતુ કૃષ્ણ ભગવાને કીધું કે આ તમે જે કંઇપણ મેળ્યું તે તમે મારા લીધે મેળવ્યું છે. તેમને પોતાના જીવનમાં કયારેય ઇગો કે શ્રેય લેવાનું વિચાર્યું ન હતુઁ. જો ભગવદ્દ ગીતાનું વાંચન આપણે કરીએ તો તેમાં જાણવા મળે કે ‘કર્તા હો કર ભી હમ અકર્તા હૈ’ મતલબ કે તમે કાર્ય કર્યુ તો પણ તે તમે કરાવાવાળા નથી તે કાર્ય એટલે થયું છે કે ઇશ્વરે તમને નિમીત બનાવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.