Abtak Media Google News

બદામ, કિસમીસ, અંજીરને પલાળી પાણી પીવું, આમળા તેમજ દેશી ઘીનો ઉપયોગ આંખોની રોશની વધારવા સચોટ ફાયદારૂપ 

આપણા શરીરનું નાનુ એવુ અંગ આંખ જેનુ કામ જો આપણે સમજીએ તો સૌથી મોટું છે. આંખોની દરકાર કરવામાં ઘણા લોકો બેદરકાર રહે છે. આંખની ઘણી એવી સમસ્યા જે ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી. જો નબળી આંખોના પ્રકાશને અવગણવામાં આવે તો તમે દૃષ્ટિ પણ ગુમાવી શકો છે. ઘણા લોકો આંખોની દષ્ટિ સુધારવા માટેના ઘરેલું ઉપચાર પરિચીત હોતા નથી. જો તમે ચશ્મા કે કોન્ટેકટ લેન્સથી છુટકારો ઇચ્છવા માંગતા હોય તો અનેક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.

કિસમીસ અને અંજીરને આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ માનવતા આવે છે પલાળેલી બદામ, કિસમીસ અને અંજીરને આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ માનવામા આવે છે. પલાળેલી બદામ, કિસમીસ અને અંજીર પીવાથી જો તમારી આંખો નબળી છે અથવા તો તમે આંખો નબળી પડી રહી હોવાનો અનુભવ થાય તો આ ઘરેલુ ઉપાય અવશ્ય અજમાવવા જેવો છે. બદામ, કિસમીસ અને અંજીર સરખી માત્રામાં લો. આખી રાત પાણીમા પલાળીને રાખો અને સવારે પીસીને આ પાણી પી લો. જેનાથી આંખની દરેક સમસ્યા દૂર થશે.

જો તમે પીસીને પાણી નથી ઇચ્છતા તો બદામ, કિસમીસ અને અંજીર ખાધા બાદ પાણી પીવો જે પણ ફાયદારૂપ છે. ગરમીની ઋતુમાં આ નુસ્ખો દરરોજ અજમાવો.

આ ઉપરાંત આંખોની એકસરસાઇઝ આંખને સ્વસ્થ રાખવા માટે, તેની આસપાસના સ્નાયુઓને ઉતેજીત કરવાની જરૂર છે. આ માટે આંખોના ડોળા ડાબેથી જમણે અને ઉ5ર નીચે ફેરવો. દિવસમા બેથી ત્રણ વાર કલોકવાઇઝ અને અનકલોકવાઇઝનું પુનરાવર્તન કરો.

જોવામાં તરલીફ પડતી હોય તો આંખની રોશ્મી માટે આમળા સૌથી બેસ્ટ છે દરરોજ સવારે બે થી ત્રણ ચમસી આમળાનો રસ પીવાથી આંખોની રોશની દિવસે ને દિવસે સારી થાય છે. દૃષ્ટિને તેજોમય બનાવવા માટે દેશી ઘી પણ સચોટ ઉપાય છે.

આયુર્વેદ અનુસાર દોશી ઘી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચારમાં મદદ કરી શકે છે આ ઘીમાં વીટામીન અને ખનિજો ભરેલાં છે. જે તમારી આંખોના પ્રકાશને સુધારે છે. આંખોનો પ્રકાશ સુધારવા માટે આંખો પર દેશી ઘી લગાવવું જોઇએ અને થોડીવાર માટે મસાજ કરવુ જોઇએ.

ઉપરોકત તમામ ઘરેલુ ઉપાય લાંબાગાળે ફાયદારૂપ થાય છે. પરંતુ જો આંખોમાં ખુબ વધુ પડતી સમસ્યાઓ હોય તો ડોકટરને બતાવવું જ ઉર્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.