Abtak Media Google News

વેસ્ટન રેલવે દ્વારા પાતાળપાણી અને કલાકુંડ સ્ટેશન વચ્ચે સ્પેશ્યલ હેરીટેજ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર એ.કે. ગુપ્તાની દેખરેખ હેઠળ આ મહત્વાકાંથી હેરીટેજ ટ્રેન પ્રોજેકટ ર૪ ડીસે. ૨૦૧૮ ને લીલી ઝંડી આપવામાં આવી. પશ્ચીમ રેલવે દ્વારા પાતાલપાણી કલાકુંડ વચ્ચે આ નવી હેરીટેજ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ટ્રેનના કોચ રપ કર્મચારીઓની મદદથી વીલેપાર્લેમાં બનાવવામાં આવ્યા છે. આ હેરીટેજ ટ્રેનના કોચ પાછળ ૪૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોચ બની ગયા બાદ ફર્નિસિંગ માટે તેને બિકાનેર મોકલવામાં આવ્યા હતા. આ અદભુત હેરીટેજ ટ્રેનમાં બે કોચ છે એક રિઝર્વ કોચ  અને બીજો અન રિઝર્વ કોચ આ રિઝર્વ કોચનું ભાડુ પણ સાવ સામાન્ય ર૪૦ રૂપિયા છે જયારે અન રિઝર્વ કોચનું આવવા જવાનુ ભાડુ ૪૦ રૂ છે.

Advertisement

આ ટ્રેનની ખાસીયત એ છે કે ટ્રેનમાં ટુરિસ્ટ સેલ્ફી લઇ શકે છે. આ હેરીટેજ ટ્રેનને ખુબ જ શણથારવામાં આવી છે. પાતાલપાણીથી કલાકુંડવચ્ચે ર૪ ટુરિસ્ટ સ્પોર્ટ છે. જો રતલામ ડિવીઝન દ્વારા પાતાલપાણી અને કલાકુંડ સ્ટેશનને વધુ અટ્રેકટીવ બનાવવા માજ્ઞે આ ટ્રેન શરુ કરાઇ છે. મહત્વનું છે કે કુકારાવ વોલકરે બ્રિટિશ સરકારને ઇન્દોરથી ખંડવા સુધી રેલવે લાઇન પાથરવા જહેમત ઉઠાવી હતી જો કે ૧૮૭૦ માં કામ ચાલુ થયું હતું. અને ૧૮૭૮ માં પુર્ણ થયું હતું.

આ હેરીટેજ ટ્રેનમાં કુદરતી સૌદર્યનો અદભુત નજારો જોવા મળશે આ મીટર ગેજ લાઇન ૧૫૦ વર્ષ પહેલા બનાવાઇ હતી. પાતાલપાણી કલાકુંડ વચ્ચે ૯.૫ કી.મી.નો રસ્તો છે. જેમાં ૪ ટનલ, ર૪ વળાંક, ૪૧ બ્રીજ છે જેમાં ૬ મોટા અને ૩પ નાના બ્રિજ છે. આ સાથે કુદરતી સૌદર્યનું ફોટો શુટીંગ કરી શકાશે. આદિવાસી લોકકલા પાતાલપાણી વોટર ફોલ, તાન્તાભીલ મામાનું મંદિર, વેલીવ્યુ પોઇન્ટ, રેલવે હેરીટેજ બ્રીજ જ ચેકડેમ તેમ જ રિવરવ્યુનો અભૂતપૂર્વ નજારો જોવા મળશે.

મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા રતલામ રેલવે ડિવીઝનના ડીઆરએમ દ્વારા આ કામગીરી હાથ ધરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.