Abtak Media Google News

29મીએ અશ્વ દોડ, 31મીએ યુવા જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે: મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના મહાનુભાવો અને સંતો-મહંતોની મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત: વિસ્તૃત વિગતો આપવા આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

Screenshot 1 63

ભુચરમોરી ખાતે ભુચરમોરી શહિદ સ્મારક ટ્રસ્ટ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તા.25 થી 31 ડિસેમ્બરે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.29ને બુધવારે 2 કલાકે અશ્વદોડ અને તા.31 ડિસેમ્બરને શુક્રવારે સવારે 9 કલાકે યુવા જાગૃતિ દિવસ ઉજવવામાં આવનાર છે. આ સંદર્ભે ક્ષત્રિય આગેવાન અને સૌ.યુનિ.ના સેનેટ મેમ્બર ડો.રાજભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનાં એમ.ડી.ડો.જયેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, જયદેવસિંહ ગોહિલ, મિતરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતના ક્ષત્રિય શાસકો દ્વારા સદીઓ સુધી રાષ્ટ્ર, ધર્મ, પ્રજા, ગાયો અને અબળાના રક્ષણ અર્થે ત્યાગ, સમર્પણ, બલિદાન, પ્રાણની આહુતિ આપીને વિરગતી પ્રાપ્ત કરવા જેવા ઉંમદા ગુણોને ઉજાગર કરતી પ્રેરણાદાયી શૌર્યગાથા જનજન સુધી પહોંચાડવા માટે તથા ભાવિ પેઢી ભારતના અજોડ ઇતિહાસથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુસર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તા.25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર 2021 દરમ્યાન શૌર્યભૂમિ ભુચરમોરી ખાતે શૌર્યકથા સપ્તાહનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ઇ.સ.1348 થી ઇ.સ.1350માં મહમ્મદ તઘલખનો દુશ્મન તધી” સમા રાજપૂતોના શરણે જતા આશરાધર્મ માટે તેમનું રક્ષણ કરેલ હતું અને તેનું વેર લેવા મહમ્મદ તઘલખે સમા રાજપૂતો સાથે યુધ્ધ કરતા દિલ્હીના બાદશાહની નામોશી ભરેલી હાર થયેલી હતી. સમા વંશના રાજવીઓએ કુલ ચાર વાર દિલ્હીના બાદશાહ સામે યુધ્ધ કરી જીત હાંસીલ કરેલ હતી. વિ.સ.1633માં જૂનાગઢના નવાબની મદદ અર્થેે જામસતાજી દ્વારા તેમજ ભાણજીદલ અને જૈસા વજીરની આગેવાનીમાં અકબરના સૈન્યને કરારી હાર આપી હતી તે પછી જામનગરના રાજવી જામસતાજીને “પશ્ર્ચિમી ભારતના બાદશાહ” ઉપાધી હાંસિલ કરેલ હતી.

જામદિગ્વીજયસિંહજી ઓફ નવાનગરે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન 1000 જેટલા પોલેન્ડના બાળકો તથા સ્ત્રીઓને આશરો આપી રક્ષણ કરેલ હતું તેમજ તેઓની રહેવાની, જમવાની અને શિક્ષણની વ્યવસ્થા કરતા સમગ્ર વિશ્રવ આજે પણ પ્રશંસા કરે છે અને આજે પણ પોલેન્ડ દેશની સાંસદ ભવનની ચુટાયેલા પ્રતિનિધીઓ જામસાહેબ દિગ્વીજયસિંહજી જાડેજાનું નામ લઇને શપથ ગ્રહણ કરે છે. આનાથી મોટુ જામનગરની પ્રજા માટે શું ગૌરવ હોય શકે.

વિ.સ.1648માં શ્રાવણવદ સાતમને બુધવારના રોજ આશરાધર્મો માટે લડાયેલું ઐતિહાસિક, અજોડ “ભુચરમોરી યુધ્ધ” સમાપ્ત થયું હતું. આમ આશરાધર્મ માટે સમા-જાડેજા વંશ દ્વારા દિલ્હીના બાદશાહ જેવા મોટા દુશ્મનો વિરૂધ્ધ 8 જેટલા મોટા યુધ્ધો કરી રાષ્ટ્ર માટે અપાયેલા અસંખ્ય બલિદાનોની સાચી માહિતી અને સાચા ઇતિહાસની જાણ લોકો સુધી પહોંચે તેમજ દેશ અને ધર્મો માટે વિરગતિ પામનાર શુરવિરોને યાદ કરવા શૌર્યકથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તો સૌ પ્રજાજનો અને જાહેર જનતાને આ ઐતાહાસિક કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

શૌર્યકથા સપ્તાહ તા.25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર-2021 સુધી ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અને મુખ્ય મહેમાનઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ભાજપ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુજંપરા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સંસદ સદસ્ય શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સંસદ સદસ્ય રાજેન્દ્રસિંહ રાણા, સ્વર્ણીણ ગુજરાત ચેરમેન આઇ.કે. જાડેજા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ, કેબીનેટ મંત્રી રૂષિકેશભાઇ, ધારાસભ્ય જયરાજસિંહ અને ગીતાબા જાડેજા, કેબીનેટ મંત્રી રાઘવભાઇ પટેલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ચેરમેન (જીઆઇડીસી) બળવંતસિંહ રાજપુત, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત પુ.સંત લાલબાપુ, ગાયત્રી આશ્રમ, ગધેથડ, રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, પુ.સંત આચાર્ય ધર્મબંધુજી, વૈદિક આશ્રમ, હરેશદાન સુરૂ ગઢવી, મેરામણભાઇ ગઢવી, પુ.સંત ઘનશ્યામજી મહારાજ, ગોંડલ, અનુભા ગઢવી, સુરેશભાઇ રાવલ, પુ.સંત આનંદમુર્તિ મહારાજ, શંકરગીરી આશ્રમ, કિશોરસિંહ ગોહિલ અને મહિપતસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.