Abtak Media Google News

સરગમ ચિલ્ડ્રન કલબના ગરબાને બિરદાવતા મહેમાનો

રાજકોટમાં યોજાતા અર્વાચીન રાસોત્સવમાં સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવ લોકોમાં ઘણા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળ ખેલૈયાઓ જુદાજુદા પોષાકમાં સજજ થઈને ગરબે રમી રહ્યા છે. અને નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે. આ ગરબા માણવા માટે આવનારા વાલીઓ અને અન્ય શહેરીજનો બાળ ખેલૈયાઓને જોતા જ રહી જાય છે.

કનૈયાનંદ રાસોત્સવમાં ગઈકાલે સાતમા નોરતે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા બાળ ખેલૈયાઓને ઈનામો અપાયા હતા.

કનૈયાનંદ રાસોત્સવમાં તા.૧૮ને ગૂરૂવારના રોજ મુખ્ય મહેમાન તરીકે નટુભાઈ ઉકાણી, નાથાભાઈ કાલરીયા, ડી.કે. વાડોરીયા, આશાબેન શાહ, ડો. પ્રકાશભાઈ સોલંકી, શાંતુભાઈ રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, હસુભાઈ ભગદેવ, શૈલેષભાઈ શેઠ, ધીરૂરામાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કનૈયાનંદન રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સારૂ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે.આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી બાન લેબ્સ કાૃં. ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી એન્જલ પંપ, ચોકોડેન તરફથી ગીફટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ અને વડાલીયા ગ્રુપ હાઈ બોન્ડ સીમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડીંગનાં પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત વિનોદભાઈ ઉદાણીનો પણ ખાસ સહયોગ મળી રહ્યો છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, નરેન્દ્રભાઈ આડેસરા, રાખીલભાઈ વાછાણી, હરેશભાઈ શાહ, ધીરૂભાઈ હીરાણી, નીખીલભાઈ ભટ્ટ ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતીબેન વસાણી, પ્રતિમાબેન ગઢવી, જયશ્રીબેન વ્યાસ, રેખાબેન પાનસુરીયા, હર્ષાબેન પીઠડીયા, બીનાબેન ઠકકર, જયોતિબેન મલકાણ, જયોતિબેન પીઠડીયા, ગીતાબેન ઉનાગર, કિરણબેન મકવાણા તથા કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.