Abtak Media Google News

આરએસએસ કાર્યકરને સાથીની હત્યામાં સંડોવાયો’તો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની સમાપ્તીથી રઘવાયા થયેલા અલગાવાદીઓને મોટો ફટકો આપતી ઘટનામાં સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટમાં આરએસએસના કાર્યકર ચંદ્રકાન્ત શર્મા અને તેના સાથીદારની એપ્રિલ-૨૦૧૯માં થયેલી હત્યામાં સંડોવાયેલા હિઝબુલના કમાન્ડરને ડોડ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. જો કે આ અથડામણમાં એક જવાન પણ શહિદ થયા હતા.

દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના મલંગપુરા ગામના રહેવાસી અને હિજબુલ મુજાહિદના મુખ્ય શૈફુલ્લાહે નિમેલા તાહિરઅહેમદ બટ્ટના મૃતદેહ એન્કાઉન્ટરની જગ્યાએથી મળી આવ્યો હોવાનું ચિનાબ ખીણ પ્રદેશના જમ્મુ ઝોનના આઇજીપીના જણાવ્યું હતું આઇ.જી. મુકેશ સિંઘની જાહેરાત મુજબ સુરક્ષા જવાનોએ ઠાર મરાયેલા આતંકી તાહિરઅહેમદ બટ્ટના મૃતદેહ પાસેથી એકે-૪૭, એસોલ્ટ રાયફલ અને મેગેઝીન મળી આવ્યા હતા. આ હથિયારો ચંદ્રકાન્ત શર્માની હત્યા વખતે વખતે સુરક્ષા જવાન પાસેથી લુંટી લીધા હોવાનું માનવામાં આવે છે.

આઇ.જી.પી. સિંઘે સફળ એન્કાઉન્ટ અંગે જણાવ્યુઁ હતું કે મોતને ઘાટ ઉતરેલો તાહિર અહેમદ બટ્ટ હિઝબુલ મુજાહિદના મુખ્ય શૈફુલ્લાનો નિકટનો આતંકી હતો ૨૦૧૯માં બનીહાલ નજીક સીઆરપીએફ કેમ્પ પર હુમલામાં તે માસ્ટર માઇન્ડ હતો. તાહિર એહમદ બટ્ટ જમ્મુમાં આવ્યો હોવાની સુરક્ષા દળને બાતમી મળી હતી. ડોડામાં તેને યુવાનોને ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

શનિવારે બટ્ટ ડોડાના કોટરી ગામમાં આવ્યો હોવાની બાતમી મળતા ગામને ઘેરી લીધું હતુ અને સીઆરપીએફ અને એસએસબી ની પેટ્રોલીંગ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરવાનું શરુ કરી દીધું હતુ અને આ એન્કાઉન્ટરમાં બટ્ટ ઠાર મરાયો હતો. અન્ય આતંકી મકસુદના એકાઉન્ટરમાં મોત અંગેના પ્રશ્ર્નના જવાબમાં આઇજીપીએ જણાવ્યું હતું કે એકાઉન્ટના સ્થળે હજુ તપાસ ચાલુ છે અને હજુ મકસુદના મૃત્યુની પુષ્ટી મળી નથી.

ઘટના સ્થળે સાફસુફી બાદ સાચી હકિકત બહાર આવશે જો કે સંરક્ષણના સુત્રોએ આ એન્કાન્ટરમાં સેનાના એક જવાનના મૃત્યુની પુષ્ટી કરી હતી, પરંતુ અન્ય કોઇ માહિતી ન હોવાનું જણાવ્યું હતું કે અને એકાન્ડર અંગેની વધુ માહીતી પ્રાપ્ત થયા પછી સધળી વિગતો જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.