હાય રે કળીયુગ…સુરેન્દ્રનગરમાં સંતાનોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જનેતાનું ઢીમ ઢાળી દીધું

0
67

અબતક,રાજકોટ

સુરેન્દ્રનગર શહેરના વડનગર વિસ્તારમાં   દેવીપુજક શંકરભાઈ તથા તેમના પત્ની સવિતાબેન શંકરભાઈ દેવીપુજક એક નાની ઝૂંપડી બાંધી અને વસવાટ કરી રહ્યા હતા ત્યારે તેમના ત્રણ સંતાનો દ્વારા વહેલી સવારે સવિતાબેન શંકરભાઈ દેવીપુજક ને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આ બનાવની જાણ સિટી પોલીસને થતા  ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વહેલી સવારે પાંચ વાગ્યે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વડનગર વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર પાસે આવેલી ઝૂંપડીમાં જ હત્યા કરી નાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે  બે પુત્રો અને એક પુત્રી એ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને પોતાની સગી માતા ને મોતને ઘાટ ઉતારવામાં આવી છે.ત્યારે ઝૂંપડીમાં જ હથિયારના ઘા ઝીંકવામાં આવતા માતા દ્વારા કરવામાં ઘા જીક્યાં બાદ માતા દ્વારા બૂમરાણ કરવામાં આવી હતી.

ત્રણેય બાળકોની હત્યા કરી   ફરાર થયા  છે જેમાં બે પુત્રો અને  એક પુત્રી નો સમાવેશ થઇ રહ્યો છે  સગી માતાને મોતને ઘાટ ઉતારનાર ત્રણ સંતાનો અને ઝડપી લેવા માટે  સિટી પોલીસે હાલમાં તપાસ કામગીરી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હવે જાણે ઘોર કલયુગ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે  પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી તથા જાહેર રસ્તાના સીસીટીવી ફૂટેજ ઉપર આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here