Abtak Media Google News

સંક્રમિત ન હોય તેવા આરોગ્ય કર્મચારીની નિયમિત તપાસ માટેનો રસ્તો આસાન બન્યો

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજય સરકાર અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચને કોવિડ-૧૯ ટેસ્ટીંગ નીતિને પડકારી આરોગ્ય વિભાગના પરિપત્રને લઈને અરજી થયેલી હતી જેના સંદર્ભે હાઈકોર્ટે નોટીસ પાઠવી છે. રાજયમાં ગુજરાતના આઈ.એમ.એ. વિભાગના કોવિડ-૧૯ની ચેકિંગની કામગીરી અને આરોગ્ય વિભાગના પરિપત્ર સામે એક અરજી થઈ હતી. આ અરજીમાં કોરોના ન થયો હોય તેવા આરોગ્ય કર્મચારીઓની કોરોના ટેસ્ટીંગની કોઈપણ નિયમો વગર પરીક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ ટેસ્ટીંગની કામગીરીનો મુદો ઉપાડવામાં આવ્યો છે. આ અરજીના મુદ્દે હાઈકોર્ટની સંયુકત ખંડપીઠ નોટીસ ઈસ્યુ કરીને ૧૯મી જુને જવાબ આપવા અને અરજદારની સુનાવણી અને વિવિધ કોરોના સંક્રમિત મુદાઓની સુનાવણીના આદેશો આપ્યા છે. જોકે, આઈ.એમ.એ. બે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ સુનાવણીમાં મુકિત આપવામાં આવશે.

સોનિયા ગોકાણી અને યુ.બી.જારીયાની સંયુકત ખંડપીઠે આ અરજીની સુનાવણી હાથધરી રહી છે. આઈ.એમ.એ.ના ગુજરાત વિભાગે કોર્ટ પાસે કોરોના ટેસ્ટીંગ અને કોરોનાથી સંક્રમિત દર્દીઓના પરિક્ષણ મુદ્દે માર્ગદર્શનની હિમાયત કરી છે. માર્ગદર્શિકા મુજબ ટેસ્ટીંગ પોલીસી તમામ દર્દીઓના પરીક્ષણ, રોગના લક્ષણ ધરાવતા આરોગ્ય કર્મચારીઓ અને સામાન્ય દર્દીઓને પણ ખાનગી તબીબોની ભલામણના આધારે કોરોના ટેસ્ટીંગની સગવડતા આપવા માટેની માંગ કરવામાં આવી છે જેમાં આરોગ્ય અધિકારીની ભલામણની જરૂર રહે નહીં. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનએ કરેલી અરજીમાં સરકારને કોરોના ટેસ્ટીંગના મુદ્દે હાઈકોર્ટના માર્ગદર્શનની અપીલ કરીને રોગના લક્ષણ ન ધરાવતા કોરોના યોદ્ધા અને તબીબો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસ્યુટીકલના સ્ટાફને ટેસ્ટીંગની વ્યવસ્થા માટે સરકારને માર્ગદર્શન આપવા જણાવ્યું છે. સાથે સાથે નવા આવેલા પરિપત્ર મુજબ મેડિકલ કોલેજ, હોસ્પિટલ, દવાખાનાઓ, હોસ્પિટલમાં કાર્યરત તબીબ પ્રવૃતિઓ અને ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં કામ કરતા લોકોને પણ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અથવા સોલા સિવિલ હોસ્પિટલને વ્યાપક પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી માટે આવરી લેવાનું પણ સુચવાયું છે.

આ અરજીમાં ખાનગી ડોકટરોને પણ કોઈપણ પ્રકારનાં લક્ષણ ન ધરાવતા હોય છતાં પછી તેમને તપાસ કરવાની પણ વાત કરવામાં આવી છે. નિયમો મુજબ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓને ડોકટરની ભલામણથી તપાસવાના નિયમ છે. તેમજ જે દર્દીને પોઝીટીવ રીપોર્ટ આવે તો તેમને આઈસોલેશનમાં રાખવામાં આવે અને જયાં સુધી તેમને રીપોર્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી રજા ન આપવાની જોગવાઈ પણ પરિપત્રમાં કરવામાં આવી છે. સરકારને ૩ સભ્યોની સમિતિની મંજુરી બાદ કોવિડ-૧૯ ટેસ્ટીંગનાં નિયમોથી ઘણી રાહત મળી છે. આ પહેલા કોરોના વાયરસના ટેસ્ટ માટે સોલા સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અથવા તો આ સ્તરના અધિકારીઓની મંજુરીના આધારે ખાનગી દવાખાનાઓ અને તબીબો કોરોના ટેસ્ટ કરવાની જોગવાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજય સરકાર અને આઈ.સી.એમ.આર.ને કોરોના પરિક્ષણ માટેના આરોગ્ય વિભાગનાં પરિપત્રને પડકારતી અરજીના કારણે કોર્ટે સરકારને નોટીસ આપી છે. આ અરજીમાં કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્ય કર્મચારીઓની ચકાસણીના નિયમ સામેલ છે. સંક્રમિત ન હોય તેવા આરોગ્ય કર્મચારીનાં નિયમિત તપાસી માટેનો રસ્તો આસાન બન્યો છે. કોરોના જંગના મોરચાના સૈનિક આરોગ્ય કર્મચારીઓ, તબીબો અને સહયોગી કર્મચારીઓ, હોસ્પિટલમાં કામ કરતા લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનના કર્મચારીઓની તપાસ પણ સરળતાથી થાય તેવી વ્યવસ્થાની તાકિદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.