Abtak Media Google News

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે સ્વચ્છ ભારત અંતર્ગત અત્યાધુનિક સુવિધાવાળા ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ આરએમસી કમિશનર બંછાનિધિ પાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સાથો સાથ  રેલવે સ્ટેશન ગ્રાઉન્ડમાં એક સુંદર મજાનું સ્વચ્છ ભારત અભિયાનનો એક સુંદર મેસેજ મળે તે હેતુથી એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2018 07 17 16H47M57S199આ વિશે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન આર.એમ.સી. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અને એચપીસીએલ દ્વારા ફાઈનાન્શીયલી કોન્ટ્રીબ્યુશન થઈને રેલ્વેના પ્રીમાઈસમાં એક સુંદર લેડીસ અને જેન્ટસ ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Vlcsnap 2018 07 17 16H49M17S235

ખાસ કરીને રેલવે સ્ટેશનમાં જયારે હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય ત્યારે તે લોકોને તુરંત ટોયલેટની જરૂરિયાત હોય છે અને યાત્રિકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે બહાર ગ્રાઉન્ડમાં ટોયલેટ ઉપલબ્ધ ન હતું તેને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકાએ એચપીસીએલને રીકવેસ્ટ કરી હતી. જેના આધારે એચપીસીએલએ ૨૫ લાખ રૂપિયા ગ્રાન્ટ કર્યા છે અને તેના આધારે આ ટોયલેટનું લોકાર્પણ થયું છે.

તેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ભવિષ્યમાં ટોયલેટ વ્યવસ્તિ રીતે યુઝ થાય અને સંપૂર્ણરીતે સ્વચ્છ થાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ રહેશે અને તમામ યાત્રિકોને એક સુંદર સગવડ મળી છે તો તેનો સુંદર રીતે ઉપયોગ કરે તેવી આશા રાખીએ છીએ.

Vlcsnap 2018 07 17 16H49M43S238

તેમજ એચપીસીએલના આસિસ્ટન્ટ ચીફ મેનેજર ડી.ડી.શર્માએ આ વિશે કહ્યું હતું કે, આજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા નિર્મિત આપણું શૌચાલયનું લોકાર્પણ આરએમસી કમિશનર પાની દ્વારા કરવામાં આવ્યું છે.

Vlcsnap 2018 07 17 16H49M09S147

આ શૌચાલયનું નિર્માણ હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા સીએસઆર પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આહવાન પર કરવામાં આવ્યું છે અને તેમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમએ ૨૫ લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે અને તેમાંથી એક શૌચાલય રેલ્વે ગ્રાઉન્ડ પર અને એક શૌચાલય રેસકોર્ષ રોડ પર નિર્માણ કર્યું છે.  આ કરવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ કોર્પોરેટ, સોશ્યલ જવાબદારી અને સરકારની એક કંપની હોવાથી અમે આ પ્રોજેકટ કર્યો છે અને પબ્લિકની સુવિધા તેમજ સ્વચ્છ ભારત અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેથી અમે આ પ્રોજેકટ કર્યો છે.  છેલ્લે હું લોકોને એક જ મેસેજ આપીશ કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે તમે અંદરી શરીર અને મનને શુદ્ધ રાખીને ભગવાનનું સ્મરણ કરો તો ભગવાન આશિર્વાદ આપે છે અને જો તે જ રીતે શહેરને સ્વચ્છ નહીં રાખીએ તો શરીર અને આત્મા શુદ્ધ નહીં રહી શકે. આથી આ શૌચાલયને સ્વચ્છ રાખવામાં અમારો સાથ આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.