Abtak Media Google News

આતંકવાદીઓ અવારનવાર ગુજરાતની સમુદ્રી સીમામાં ઘૂસવાની પેરવી કરે છે. ભૂતકાળમાં મુંબઈ ઉપર થયેલા ખોફનાક આતંકવાદી હૂમલામાં પણ કસાબ સહિતના આતંકવાદીઓ ગુજરાતનો સમુદ્ર દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. ઉપરાંત ગુજરાતની જળસીમામાં હથિયાર, આર.ડી.એક્સ. અને ડ્રગ્સની તસ્કરીના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે.

ગુજરાતમાં આતંકવાદીઓની ઘૂસારાને લઈને આઈ.બી. દ્વારા ઈનપુટ આપવામાં આવે છે ત્યારે જામનગર સહિત ગુજરાતના સંવેદનશિલ દરિયાકિનારે હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,જામનગરનો દરિયા કિનારામાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત માચ્છીમારોને પણ સતર્ક કરાયા છે.ગુજરાતના સમુદ્રમાં અવારનવાર આતંકવાદીઓ ઘૂસપેઠ કરે તેવા ઈનપુટ આઈ.બી. દ્વારા આપવામાં આવે છે. જોકે દરિયાઈ સીમાની સુરક્ષા કરતી સુરક્ષા એજન્સીઓ હંમેશા સતર્ક રહે છે ઉપરાંત સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરીને દરિયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ આપવામાં આવેલા રાજ્યમાં એલર્ટને પગલે દરિયાકાંઠાના વિસ્તારની ચેકપોસ્ટ ઉપર પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયામાં માછીમારી કરવા જતા સાગર ખેડુને પણ દરિયામાં શંકાસ્પદ ગતિવિધી જણાય તો તુરંત જાણ કરવી તેવી સ્થાનિક પોલીસ દ્વારા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.