Abtak Media Google News

પોતાના કમેન્ટ્સ અને પોસ્ટના કારણે રીષિ કપૂર વિવાદોમાં રહેતો હોય છે. એકવાર ફરી રીષિ કપૂરએ કોઈના ઉપર નિશાન  સાધ્યુ છે અને આ વખતે તેના નિશાના પર કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીના એક નિવેદન પર રીષિ કપૂર ભડકી ગયા હતા,  અને તેણે એક એક કરીને અનેક ટ્વિટ કર્યા હતા. તેણે લખ્યું કે ઈજ્જત મહેનતથી કમાઈ શકો છો, ગુંડાગીરી કરીને નહીં.રીષિ કપૂરે લખ્યુ હતું કે ‘રાહુલ ગાંધી ભારતીય સિનેમાના 106 વર્ષોમાં કપૂર ખાનદાનનું યોગદાન 90 વર્ષનું છે. પંરતુ દરેક પેઢીને જનતા તેમની ખાસિયતથી જાણે છે. બીજા ટ્વિટમાં તેણે લખ્યુ હતું ‘ભગવાનના આશીર્વાદથી અમારી ચાર પેઢીઓએ મળ્યા છે. પુથ્વીરાજ કપૂર, રાજ કપૂર, રણધિર કપૂર, રણબિર કપૂર મે કહો.’ત્યારબાદ ત્રીજા ટ્વિટમાં લખ્યુ હતું ‘તમારી જેવા લોકો ડાયનેસ્ટી પર બકવાસ ન કરો તો સારુ, તમારે સખત પરિશ્રમથી લોકોનો પ્રેમ અને માન મેળવવું જોઈએ નહીં કે બળપૂર્વક અને ગુંડાગીરી કરીને.’

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.