જોડિયાના કુનડની હેમાલીએ નેપાળ ખાતે લોંગ જમ્પ સ્પર્ધામાં  મેળવ્યો ગોલ્ડ મેડલ

અન્ય રમતમાં પણ ત્રણ ગોલ્ડમેડલ બે સિલ્ડ મેળવ્યા

વર્ષ 2021નીં નેશનલ લેવલ એ જીત્યા બાદ આગળ ની આંતર રાષ્ટ્રિય સ્પર્ધા માં સિલેકશન થયું.હાલ માં નેપાળ માં યોજાયેલ 4th TAFTYGAS INTERNATIONAL YOUTH GAMESમાં જામનગર જિલ્લાની એક રમતવીર છોકરી એ ગોલ્ડ મેડલ મેળવ્યું.

જોડિયા તાલકાના કુનડ ગામ ના નકુમ હેમાલીબેન રામજીભાઈ લોંગ જંપ રમત માં અલગ અલગ દેશ જેમ કે નેપાળ, બંગલાદેશ અને ભૂતાન સામે રમીને પ્રથમ ક્રમાંક મેળવીને ભારત તરફથી રમીને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યું.અને આજ રોજ વતન માં પરત આવ્યા બાદ કુનડ સમસ્ત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસિભાઈ ચનીયારા. મનસુખભાઈ ખાણધર. તુલસીભાઈ નકુમ. ભીખાબાપા. ઠાકરસીભાઇ ભીમાણી.ગ્રામ પંચાયતના મહિલા સરપચ. વી.ટી.નકુમ.અમરસીભાઈ નદાસણા. માજી સરપંચ જયતીભાઈ.કાલાવડિયા રવજીભાઇ. મનસુખભાઈ ભીમાણી.અને અન્ય સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ખાસ કુ.હેમાલિબેન આર. નકુમ ના પરિવાર માં પિતા એક વર્ષ પહેલાં જ  અવસાન થયું હતું. અને સાત (7)બહેનો છે. તેમાંથી આ બહેન સૌથી નાની છે. અને માતા સાથે રહે છે. પરિવાર નું ગુજરાન માં અને દીકરી ઉપર જ છે. અને નાનકડા એવા 3000 હજાર ની વસ્તી ધરાવતા ગામમાં થી કાદવ માંથી કમળ ખીલ્યું છે. અને ગ્રામજનોએ એક સાથે મળી ને ભવ્ય સરઘસ કાઢવા માં આવેલ હતું.હનુમાનજી મંદિર થી ગામમાં પટેલ સમાજ ની વાડી સુધી રેલી યોજી હતી.આ દીકરી એ અન્ય રમત ગમતો માં ભાગ લઈ ને અન્ય ત્રણ મેડલ મેળવ્યા છે. અને બે સિલ્ડ પણ મેળવ્યા છે.

નાની ઉંમરે રમતગમતમાં ભારે રસ ધરાવે છે.અને અન્ય ખેલાડીઓ ને ઓલમ્પિક માં મેડલ મેળવ્યા છે. તેઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે આ નકુમ પરિવાર સામાન્ય રીતે ગરીબ પરિવાર છે. તો સરકાર દ્વારા યોગ્ય ઘટતું કરવામાં આવે. પરિવાર માં ફકત ને ફક્ત બે જ છે. માં અને દીકરી એટલે ધ્યાનમાં લેવામાં આવે.અને કુ.હેમાલિબેન ના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામના પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે ની ફરજ બજાવતા કોચ  વીરલબેન દલસાણીયા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ છે.

નેપાળ ખાતે રમતગમત ના કોચ શ્રી પ્રદીપભાઈ ના વરદ હસ્તે કુ.હેમાલિબેન આર. નકુમ ને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યું હતું.. અને કુ.હેમાલિબેન ને રાજકોટ અને ધ્રોલ ગામના સતવારા સમાજ દ્વારા નેપાળ જવા માટે સ્પોન્સર શીપ કરવામાં આવી હતી.