Abtak Media Google News

યાર્ડમાં વેંચાણ કરે તે પહેલા એલ.સી.બી.એ ચાર શખ્સોને ઝડપી લીધા: ટ્રક અને 258 મણ જીરૂ મળી 20 લાખનો મુદામા કબ્જે

જામનગર જિલ્લાના જોડીયામાં તાજેતરમાં એક પેટ્રોલ પંપ પાસેથી 258 મણ ઝીરૂં ની ચોરી થઈ ગઈ હતી.જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી એલસીબી ની ટીમે તપાસમાં ઝૂકાવ્યું હતું, અને જીરૂં ની ચોરી કરનાર કુખ્યાત તાલપત્રી ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ચોરાઉ જીરું નો જથ્થો અને આઇસર સહિત 20 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે જોડિયા પંથકમાં એક પેટ્રોલ પંપ પર રાખવામાં આવેલા વાહનમાંથી 258 માં ઝીરૂં ની ચોરી થઈ હતી. કોઈ તસ્કરો તાલપત્રિ કાપીને તેમાંથી જીરું ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી જોડિયા પોલીસની સાથે એલસીબી ની ટુકડીએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું, અને ચોરાઉ જીરૂનો જથ્થો લઈને નીકળેલા એક આઈશર વાહન કે જેને પોકેટ કોપ તેમજ ઈ-ગુજ કોપના સહારે શોધી લીધું હતું, અને આજે સવારે દડીયા ગામ પાસે વોચ ગોઠવી હતી

Img 20230410 Wa0030

પોલીસને જાણકારી મળી હતી કે ઉપરોક્ત ચોરાઉ ઝીરૂંનો જથ્થો જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા માટે જઈ રહ્યો છે, તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આઇસર વાહન પકડી પાડ્યું હતું. જેમાં બેઠેલા તલપત્રી ગેંગ ના ચાર શખ્સો  ગોધરાના ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભૂરીઓ યાકુભભાઈ શેખ, ઈરફાન અબ્દુલભાઈ શેખ, ફૈઝલ યાકુભાઈ શેખ, અને સુફિયા યાકુભાઈ પઠાણની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

તેઓની પૂછપરછ માં તેઓના અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે જે રમેશભાઇ જાળીયા આદિવાસી, અને સુલેમાન અબ્દુલ ગની કાકડી, કે જે ભાગી છૂટ્યા છે.  તેઓને પોલીસ શોધી રહી છે.  આ પ્રકરણમાં એલસીબી ની ટીમ દ્વારા 225 મણ જીરું કે જેની કિંમત 14,85,000 થાય છે ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમત નું આઇસર અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ 20 લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો છે, તેઓ અને વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.