Abtak Media Google News

સાંસદ પુનમબેન માડમ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

કેન્દ્રીય રાજય સંચાર મંત્રી  દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ  પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લઇ બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મંત્રીતથા સાંસદ એ જોડિયા, બાલંભા, રણજીતપર સહિતના ગામોની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ વિવિધ આશ્રયસ્થાનોની મુલાકાત લીધી હતી તેમજ આશ્રયસ્થાનોમાં રહેવા જમવા તથા શૌચાલય સહિતની તમામ સુવિધાઓ ચકાસી જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચન કરી સમીક્ષા કરી હતી.

મંત્રી એ દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી તેમજ ગ્રામજનો સાથે સંવાદ સાધી ચર્ચા તથા સુચનોની આપ લે કરી હતી.

ત્યારબાદ મંત્રી એ મામલતદાર કચેરી જોડિયા ખાતે મહેસુલ, પશુપાલન, પી.જી.વી.સી.એલ. ખેતીવાડી, આરોગ્ય, પોલીસ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી વાવાઝોડા સંદર્ભે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી હતી અને લોકો દરિયાકાંઠે ન જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી, જરૂરી મશીનરીઓ ઉપલબ્ધ કરાવવી, અસરકર્તા ગામોનો સમયાંતરે પ્રવાસ કરવો અને લોકો ભયમુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવી સહિતના સૂચનો કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રી સાથે આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય  મેઘજીભાઈ ચાવડા, પ્રાંત અધિકારી  ધ્રોલ, મામલતદાર  જોડિયા વગેરે જોડાયા હતા.

  શાળા કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરતા કલેક્ટર

જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી શાળા કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા આજથી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી દેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે સલામતીના ભાગરૂપે જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહ દ્વારા તમામ શાળા કોલેજો માં રજા રાખવા માટેના આદેશો કરાયા છે, અને તારીખ 13 જુન થી 15 જૂન એમ ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી છે. શહેરની સરકારી તેમજ ખાનગી શાળા કોલેજોમાં રજા રાખવા માટેના આદેશો કરી દેવાય પછી જે અંગેની તમામ શાળાઓમાં જાણ કરી દેવાઇ છે. જોકે શિક્ષક ગણને હાજર રહેવા પણ અનુરોધ કરાયો છે.

Screenshot 8 14

સાવચેતી અને સલામતીના ભાગરૂપે તાલુકાવાર લાયઝન ઓફિસરોની નિમણૂંક કરાઈ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના પૂર્વ ઉપાયોના ભાગરૂપે લેવાના થતા જરૂરી પગલાઓ તેમજ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકર્ડ નિયામક મુકેશ પંડ્યા, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાલુકાવાર નિમણૂક થયેલ લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી.

બેઠકમાં કલેકટરએ જોડિયા, જામનગર ગ્રામ્ય, તથા લાલપુર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં દરિયાથી નજીક વસવાટ કરતા હોય એવા કાચા મકાનોમાં રહેતા લોકો માટે આશ્રય સ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠાના ગામોને જરૂરી સુચનાઓ આપી એલર્ટ કરવા, રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ હાથ ધરવી, મેડિકલ ટીમ તથા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા ઊભી કરવી, નબળા પુલ-નાળા-કોઝવે પર લોકોની અવરજવર અટકાવવી, તરવૈયા-આપદા મિત્રો સહિતની ટીમો બનાવવી, તાલુકા વાર સર્વે ટીમો તૈયાર કરવી, હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા વગેરે બાબતે લગત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તમામ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.તેમજ જિલ્લામાં ઓછામાં ઓછું જાન માલનું નુકસાન થાય તે માટે લેવાના થતાં પગલાંઓ વિશે ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી લાલપુર તથા ધ્રોલ, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, વિભાગીય નિયામક એસ.ટી., જિલ્લા આરોગ્ય અધિકારી, હોમગાર્ડ કમાન્ડન્ટ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, ગ્રામ્ય તથા શહેર મામલતદાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, પી.જી.વી.સી.એલ., બી.એસ.એન.એલ., સહિતના વિભાગોના અધિકારીઓ જોડાયાં હતા.

 રોજી બંદર તરફનો માર્ગ બંધ કરી ચુસ્ત પોલિસ બંધ ગોઠવાયો

Screenshot 9 14

વાવાઝોડાની દહેસત નાં પગલ જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. દરિયામાં ભરે કરંટ હોવાથી ત્યાં માણસોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .અને આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવા મા આવ્યું છે.આજે પોલીસે માર્ગ બંધ કરી જાહેરનામાં ની કડક અમલવારી શરૂ કરી છે. બિપરજોય નામનું ચક્રવાત સમુદ્ર માં આકાર પામ્યું છે.અને અને તે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાવાની શક્યતા છે. પરિણામે સરકારની સૂચના થી જામનગર નું વહીવટી તંત્ર એલર્ટ મોડ મા આવી ગયું છે. જામનગરના દરિયામાં ભારે કરંટ હોવાથી ત્યાં લોકો ની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .જેની અમલવારી માટે આજે પોલીસ દ્વારા રોઝી બંદર નાં માર્ગ ઉપર બેરિકેટ.ની આડશ મૂકી દેવા મા આવી છે.અને ફરજ નાં ભાગ રૂપે જતા કર્મચારી અધિકારી સિવાય કોઈ ને પણ બંદર માર્ગે જવા દેવા મા આવતા નથી.

Poonam Madam દરિયાકાંઠાનાં નિચાણવાળા સ્થળે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું: સાંસદ પુનમબેન માડમ

અબતક સાથેની વાતચીતમાં સાંસદ પુનમબેન માડમએ જણાવ્યું હતુ કે સંભવિત  બીપરજોય વાવાઝોડાને લઈને જામનગર-દ્વારકા જિલ્લામાં  કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની સીધી દેખરેખ હેઠળ   તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓછામાં ઓછુ નુકશાન થાય  અને જાનહાની ન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ર્ચીત કરાઈ છે. વહીવટીતંત્ર ખડે પગે છે. દરિયાકાંઠાના  નીચાણવાળા સ્થળોના લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. જર્જરીત નબળા મકાનમાં  રહેતા હોય તેઆને  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તંત્ર દ્વારા લોકોને    ફૂડ પેકેટ સુકો નાસ્તો  આપવા માટે વ્યવસ્થા કરી છે સસ્થા અનાજની દુકાનમાં  પૂરતો જથ્થો ઉપલબ્ધ  થાય તેની વ્યવસ્થા કરાઈ વિતરણ સમયે  કોઈ સમસ્યા ન  સર્જાય તેની તકેદારી રખાઈ દવાખાનાઓમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. એનડીઆરએફની ટીમો તૈનાત છે. નાગરીકોને સાવચેત રહેવા અપીલ  કરૂ છું.

એસટી ડેપો પરથી એક્સપ્રેસ બસના 60 રૂટ કેન્સલ કરાયા

ખંભાળિયા ડેપોથી ઉપડતી 74 બસના રૂટ કેન્સલ કરાયા

જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સંભવિત બીપોર જોય વાવાઝોડા ની અસરને ધ્યાને લઈને તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે, ત્યારે એસટી ડિવિજન દ્વારા પણ એક્સપ્રેસ બસના રૂટોને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

જામનગરના એસટી ડેપો પરથી ઉપડતી એક્સપ્રેસ બસના 44 રૂટ જ્યારે અન્ય 16 રૂટ સહિત કુલ 60 રુટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખંભાળિયા ડેપો ઉપર થી ઉપડતી 67 એસટી બસોના રૂટ સંભવિત વાવાઝોડા ના પગલે રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય પાંચ ડેપો પરથી ઉપડતી માંગરોળ, વેરાવળ, પોરબંદર સહિતના બસના રૂટો પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે, અને એસટી બસોને પણ એસ.ટી. ડિવિઝનમાં સલામત રીતે રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.