Abtak Media Google News

સુરેન્દ્રનગર સમાચાર

ભોંયકા નજીક થી ધાડ અને લૂંટ કરવા જતી ગેંગને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે હથિયારો સાથે ઝડપી પાડવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ધાડ અને લૂંટને અંજામ આપનાર ગેંગના 6 સાગરીતો મઝરલોડ બંધુક છરા દારૂગોળો સહિતની વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયા. Screenshot 4 1 આ ગેંગના ઇસમો રાત્રી દરમ્યાન હાઇવે પર મહિલાનું સ્વરૂપ ધારણ કરી ઉભા રહેતા હતા અને હાઇવે પર પસાર થતા વાહનચાલકોને ઉભા રાખી લૂંટ આચરતા હતા. ઝડપાયેલી ગેંગ પર વટવા વડોદરા , ધોલેરા , લીંબડી ,ધંધુકા સહિતના જિલ્લાઓમાં 20 થી વધુ લૂંટ તેમજ ધાડના ગુનાઓ દાખલ થયા છે.Screenshot 5 1

Advertisement

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસનું સયુંકત ઓપરેશન હાથધરી લૂંટ અને ધાડના વધુ ગુનાઓને અંજામ આપે તે પહેલાં તમામને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.

ફારુક ચૌહાણ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.