Abtak Media Google News

નારાયણ બેચૈન, મણિકા દુબે, પાર્થ નવીન અને અર્જૂન અલ્હડ હાસ્યની  છોળો ઉડાડશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  હોળી-ધુળેટીના પર્વ નિમિતે આગામી 6 માર્ચે  હોળી/ધુળેટી પર્વના  હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ રાજકોટ કે સંગનું આયોજન રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યું છે.આ અંગે વધુ  માહિતી આપતા  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર  અમિત અરોરા તથા સમાજ કલ્યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવાયું હતુ કે  મહાપાલિકા દ્વારા આગામી સોમવારના  રોજ હોળી/ધુળેટી પર્વ   નિમિતે  હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ રાજકોટ કે સંગ કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે રાત્રે 08:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વરદ હસ્તે કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સંસદસભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય  ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી  બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી  કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, પુજારા ટેલીકોમ પ્રા.લી.ના યોગેશભાઈ પુજારા, ક્લાસીક નેટવર્ક પ્રા. લી.ના સ્મિતભાઈ કનેરીયા, શાસકપક્ષ નેતા  વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા  ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક  સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગ રૂપે હોલી કે રંગ રાજકોટ કે સંગ રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન માણવા શહેરીજનોને પદાધિકારીઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ સંમેલનમાં ઝાંસીના સુમિત ઓરછા (વીર રસ) મંચનું સંચાલન કરે છે. તેમજ તેજ નારાયણ બૈચૈન (મુરૈના), મણિકા દુબે (જબલપુર- ગીત ગઝલ), પાર્થ નવીન (પ્રતાપગઢ- ફિલ્મી પૈરોડી), અર્જુન અલ્હડ (કોટા- હાસ્ય કા બોમ) વગેરે શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતા પીરસશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.