Abtak Media Google News

ભડલી -ફડલી, હોળીની જાળ, ટીટોડીના ઈંડાના ફળકથનોને દફનાવવામાં આવ્યા

ગોંડલ યુ.એલ.ડી.કન્યા  વિદ્યાલયની છાત્રાઓને વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા

રાજયમાં છેલ્લા ૧૮ વર્ષથી વરસાદના વરતારા કરનારાઓ ખોટા પડે છે. ભડલી ફડલી, હોળીની જાળ, અખાત્રીજનો પવન, ટીટોડીના ઈડા, જયોતિષ નક્ષત્રો અને પોતાની સ્ફુરણા પ્રમાણે વરતારા કરવા વર્તમાન યુગમાં અપ્રસ્તુત, અવૈજ્ઞાનિક છે. જૂનાગઢમાં યોજાયેલ વર્ષા પરિસંવાદનો પ્રથમ ચરણમાં જ કરૂણ રકાસ થયો છે. તેના વિરોધમાં રાજયભરમાં વરતારાઓનો વિરોધ કરી ફળ કથનો, આગાહીઓની હોળી કરી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વૈજ્ઞાનિક સમજ આપી હવામાન વિભાગ અને વિજ્ઞાન કેન્દ્રોની સચોટ માહિતી આપી હતી વરતારા ઉપર ભરોસો, વિશ્ર્વાસ રાખવો નહિ તેના કારણો સમજાવવામાં આવ્યા હતા. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, ધોરાજીમાં લોકોને જણાવ્યું કે પ્રતિ વર્ષ વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો કરૂણ રકાસ થાય છે. તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ. વરતારા કરનારાઆમાં એકસૂત્રતા કદી જોવા મળતી નથી. વરતારાને વિજ્ઞાનનો કોઈ આધાર નથી સાથે પ્રયોગસિધ્ધ પણ નથી. તેથી દર વર્ષે ખોટા પડે છે. જાથાના પંડયાએ જણાવ્યું કે જૂનાગઢ વર્ષા પરિસંવાદમાં કરેલી આગાહીઓનું પ્રથમ ચરણમાં કડડભૂસ થયું છે. વરસાદની સ્વીચ વરતારા કરનારા પાસે હોય તેવી રીતે અસ્પષ્ટ તારીખ જાહેરાત કરે છે. કેટલા ઈંચ પડશે તેની મૂર્ખામી પણ કરી નાખે છે. કોઈએક મે જૂનમાં વરસાદ પડશે તો બીજો દિવાળી સુધી વરસાદ. માત્ર ગોપગોળાની એક આગાહી સાચી પડે તો પ્રસિધ્ધમાં પડી જાય છે. જાથશ પાસે સોગંદનામા ઉપર વરતારા કરીને તેની ચકાસણી માટે આગળ આવવું જોઈએ. વધુમાં જણાવ્યું કે ૨૧મી સદીમા પૃથ્વી, વિષુવવૃતના પટ્ટા ઉપર ઋતુચક્ર, વાતાવરણમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે.ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પૃથ્વી રાત્રીનાં ઠંડી થવી જોઈએ તેમાં ફેરફારો નોંધાયા છે. કાર્બન ડાયોકસાઈડ, નાઈટ્રોજનને સપ્રમાણ રાખવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. પૃથ્વી ઉપર વરસાદ પડવા સંબંધી સાધારણ ફેરફારો વિશ્વના લોકો નજરે જોવે છે. ત્યારે વરતારા કરવા તે નર્યું ગાંડપણ છે.ગોંડલ યુ.એલ.ડી.કન્યા વિદ્યાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુકે જાથાના સમાજલક્ષી, જાગૃતિ કાર્યક્રમોને બિરદાવી છાત્રાઓને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા અનુરોધ કર્યો છે. કન્યા વિદ્યાલયનાં આચાર્ય દેસાઈએ જાથાની ટીમનું સ્વાગત કરી અવૈજ્ઞાનિક વરતારા ઉપર પોતાનું મંતવ્ય આપ્યુ હતુ. વર્ષા પરિસંવાદના વરસાદના વરતારા બંધ કરવા સંબંધી જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.