Abtak Media Google News

સીઆઇડી ક્રાઇમની રિવ્યુ બેઠકમાં નવી સિસ્ટમ સાથે ગુજરાત ટીમ તરીકે કામ કરશે

ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઇમની કાર્યપધતીમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો

લાપતા બાળકોની ભાળ મેળવવા અને વોન્ટેડ શખ્સોને તાકીદે ઝડપી લેવાની કામગીરીને અસરકારક બનાવાશે

રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને અસરકારક બનાવવા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સીઆઇડી ક્રાઇમની બેઠક સમીક્ષામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો છે. લોકોને તાત્કાલિક ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટાફને સજ્જ બનાવવા નવી સિસ્ટમ સાથે કામ કરવા અનુરોધ કર્યો છે. પોલીસને ગુજરાત ટીમ તરીકે કામ કરી ડ્રગ્સની હેરાફેરી અને સાયબર ક્રાઇમની કાર્યપધ્ધતીમાં ફેરફાર કરવાનો મહત્વો નિર્ણય લેવાયો છે. લાપતા બાળકોની ભાળ મેળવવા અને વોન્ટેડ શખ્સોને તાકીદે ઝડપી લેવાની કામગીરીને અસરકારક બનાવવા પોલીસને તાકીદ કરવી છે.

સીઆઇડી ક્રાઇની રિવ્યુ બેઠકમાં લોકોની સુરક્ષા અને ફરિયાદના નિકાલ માટે ખાસ એકશન પ્લાન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું નામ ટીમ ગુજરાત નામ આપી એક સુત્રતા સાથે કામ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. રાજયની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તમામ પ્રકારની કામગીરી સંભાળવાની રહેશે મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત અભયમ ટીમને મદદ માટેનો કોલ આવે ત્યારે અભયમ ટીમની સાથે તેમની મદદમાં મહિલા પોલીસની સી ટીમ પણ કામગીરી સંભળી ત્વરીત ફરિયાદનો નિકાલ લાવવાની સુચના આપવામાં આવી છે.

ડ્રગ્સના દુષણને નાથવા માટે અને ઓન લાઇન ફોડના સાયબર ક્રાઇમના ગુના અંગે અસરકારક કામગીરી માટે સિસ્ટમમાં જરુરી સુધારા કરવા પોલીસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયમાં ભેદી રીતે લાપતા બનતા બાળકોની ભાળ મેળવવાની કામગીરીને અસરકારક બનાવવા ખાસ સ્કવોડ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ શખ્સોને તાકીદે ઝડપી ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પણ ચર્ચા થઇ હતી અને ગત વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કરવામાાં આવેલી કામગીરીનો સીઆઇડી ક્રાઇમના વડા દ્વારા અહેવાલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજુ કર્યો હતો પોલીસની કામગીરી અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સંતોષ વ્યક્ત કર્યો છે.

પોલીસની કામગીરીને અસરકારક બનાવી લોકોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા પોલીસ અધિકારીઓને એકશન પ્લાન બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમની રિવ્યુ બેઠકમાં સીઆઇડી ક્રાઇમના વડા ઉપસ્થિત રહ્યા બાદ બેઠકમાં લોકોને સુરક્ષા અને સલામતી અંગે લેવાયેલા નિણયની તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાઓને જાણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.