બજરંગ મિત્ર મંડળ દ્વારા હોમીઓપેથીક અને એકયુપ્રેસર સારવાર કેમ્પ યોજાયો

 

અબતક,રાજકોટ

અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને  કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શરીરના અન્ય સાંધાના દુખાવા જેવા આજના યુગમાં ખુબજ ખર્ચાળ મનાતી ગોઠણ સાંધાના દર્દોની સર્જરી કરાવ્યા વગર ફક્ત હોમીઓપેથીક અને એક્યુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગ રૂપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ જાણીતા હોમીઓપેથ ડો . એન . જે . મેઘાણીના હસ્તે થયો હતો જેમાં અતિથિવિશેષ તરીકે કામનાથ મહાદેવ મંદિરના સંચાલક પ્રિયવદનભાઈ કક્કડ , લક્ષ્મીદાસભાઈ ચૌહાણ , ભોલા મહારાજ , બજરંગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ  ધેર્યભાઈ રાજદેવ , ગોરધનભાઈ લાલસેતા , કિશોરભાઈ પારેખ , રોહિતભાઈ કારિઆ તથા સેવકો ચંદુભાઈ કક્કડ , ચિરાગભાઈ ધામેચા વગેરે હાજર રહ્યા હતા .

આ કેમ્પમાં હોમીઓપેથી અને એક્યુપ્રેસરના મળી કુલ 42 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો .આ સાથેજ યોજાયેલ એક્યુપ્રેસર સારવાર કેમ્પમાં જાણીતા થેરાપીસ્ટ પ્રવીણભાઈ ગેરિયા , શબ્બીરભાઈ ભારમલ , અરજણભાઈ પટેલ , રત્નાબેન મહેશ્વરી વગેરે દ્વારા તમામ દર્દીઓને સેવા સારવાર આપવામાં  આવી હતી.

દરમહિનાના પહેલા બુધવારે કામનાથ મહાદેવ મંદિર , બેડીનાકા કામનાથ ચોક , દરબાર ગઢની બાજુમાં સવારે 08:30 થી 09:30 દરમ્યાન યોજાયેલ કેમ્પમાં હોમીઓપેથીક નિષ્ણાંત તરીકે ડો . એન જે . મેઘાણી દ્વારા નિદાન કરી તમામ દર્દીઓને એક માસની દવા વિના મુલ્યે આપવામાં આવે છે.