Abtak Media Google News

જોડીયા તાલુકાની આડત્રીસ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં જામનગર જીલ્લા સહકારી બેંકની ચુંટણીમાં બીન હરીફ તરીકે બીજીવાર એમ.ડી.ના પદે ચુંટાઇ આવતા કોંગ્રી અગ્રણી જીવનભાઇ કુંભારવાડીયા નો સન્માન કાર્યક્રમ તાલુકાના હડીયાણા ગામના સહકારી અગ્રણી અને જોડીયા તા. પં. ના સભ્ય મગનભાઇ કાનાણી ના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

આ તકે તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખો અને મંત્રીઓએ જી. સ. બેંકના નવા એમ.ડી. જીવણભાઇ કુંભારવાડીયાને ફુલહાર તથા શાલ ઓઢાણી સન્માન કર્યુ હતું.

રાજયમાં સહકારી પ્રવૃતિ વધે અને જીલ્લા સહકારી બેંકને ગૌરવ પૂર્ણ સ્થાન અપાવવા તથા જીલ્લાની તમામ સહકારી મંડળી સાથે ભેદભાવ વગર વહીવટ આપવાનો કોલ આપતા. એમ.ડી. જીવણભાઇ કુભારવડીયા એ જણાવ્યું હતું.

આ પ્રસગે જી.સ. બેંકના પૂર્વ ડાયરેકટર પ્રતાપસિંહ જાડેજા, જી.પં.ના સભ્ય મોહનભાઇ પરમાર તથા ભગવજાનજી મહેપરા  ગોપાલ બાલસરા, જુના સહકારી અગ્રણી નરશીભાઇ રાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંચાલન કેસીયાના વસંતભાઇ ગોધાણી એ કરેલ જયારે સમગ્ર કાર્યક્રમ માટે જોડીયા એવા સહકારી મંડળીના પદાધિકારી અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.