Abtak Media Google News

ધો.૧૦ માં વિરાણી સ્કૂલના રર જેટલા  દિવ્યાંગો આપશે પરીક્ષા

રાજકોટ ખાતે આવેલી વિરાણી બહેરા મુંગા શાળા દ્વારા ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર તેમની સંસ્થાના વિદ્યાર્થીઓનું શુભેચ્છા આપવા તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેની કોઇના કોઇ વ્યવસાય સાથે જોડાયેલી છે. તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવાની એક કાર્યક્રમ યોજાયો છે. ધોરણ ૧૦માં વિરાણી બહેરા મુંગાના રર જેટલા દિવ્યાંગ બાળકો પરીક્ષા  આપનાર છે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના સભ્યો તથા રોજગારી અધિકારી દવે સાહેબ સહિતના સમાજ અગ્રણીની ઉ૫સ્થિત રહ્યા હતા.

Advertisement

Vlcsnap 2020 03 02 07H40M48S811

પ્રફુલભાઇ ગોહીલ એ અબતક સાથેની વાતમા જણાવ્યું હતું કે વિરાણી બહેરા મુંગા શાળા રાજકોટમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત છે. ધોરણ ૧૦ માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવામાં આવી હતી. તથા જુના અમારા વિદ્યાર્થીઓ જેઓ હાલ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. જુના સફળ થયેલા વિદ્યાર્થીઓને જોઇને વિદ્યાર્થીઓને કોન્ફીડન્સ આવી પ્રેસમાં ટાઇમીંગ તથા કોમ્પ્યુટર પર તેમજ બ્યુટીપાર્લરમાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કામ કરે છે. વ્યવસાય લક્ષી શિક્ષણ આપવું એ આ સંસ્થા અને અમારી જવાબદારી છે. કલાસ રૂમમાં બેસાડીને શિક્ષણ આપવું એ અમારી સંસ્થાનો પાયો નથી. માટે જ અમારા આજના કાર્યક્રમમાાં રોજગાર અધિકારીશ્રીને બોલાવીને   પ્રોત્સાહીત કરવા બોલાવ્યા હતા. રર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તેમાંથી પ૦ ટકા જેટલું પરિણામ અમને મળશે તેવી આશા છે. પરંતુ દિવ્યાંગ બાળકો માટે ર૦ ટકા માર્ક આવે તો પાસ ગણવામાં આવે છે જે સમાજને ખબર હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.