Abtak Media Google News

આકર્ષક ડિઝાઈન અને વિશ્ર્વસનીયતાના નામમા વધુ એક ઉમોરો થયો છે. ગીતા મંદિર મેઈનરોડ ખાતે, ભકિતનગર સર્કલ નજીક વિહાન જવેલર્સનો શુભારંભ થયો છે. જયાં વિવિધ આકર્ષક ડિઝાઈનની આઈટમો ઉપલબ્ધ રહેશે. આ શો રૂમનું ઉદઘાટન પૂજય અપૂર્વમૂનિ સ્વામિના હસ્તે કરવામાં આવ્યું હતુ. શો રૂમના માલિક કેતન મકવાણાએ ગોલ્ડ, પ્લેટીનિયમમાં વિવિધ આકર્ષક ડિઝાઈન લોકો સુધી પહોચાડવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. અબતક સાથેની વાતચીત દરમિયાન વિહાન જવેલર્સની ઓનર કેતનભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે આજરોજ અમે વિહાન જવેલર્સનું ઉદઘાટન કર્યુ છે. જેમાં અમારી પાસે ગોલ્ડ, પ્લેટીનિયમ, સિલ્વરમા તેમાં સિલ્વરની ડીમાન્ડ વધુ છે. તેથી સિલ્વરની લેટેસ્ટ આઇટમ, ડિઝાઇન ઉપલબ્ધ છે અને યુવાઓને ગમે તેવી અનેક વિધ આઇટમો તથા ડિઝાઇન અમે જ રાખીએ છીએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યુઁ હતું કે આજરોજ રાજકોટમાં એક નવું સોપાન વિહાન શો રૂમનું આજરોજ શુભારંભ ઉદઘાટન પ્રસંગે યોજાયો છે. હું કેતનભાઇ, હિરેનભાઇના સાથ સહકારથી પ્રયત્નોથી રાજકોટમાં એક નજરાણા સમાજ શો રૂમનું ઉદઘાટન ઠાકોરજી ભગવાન સ્વામીનારાયણ પૂજય પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના આશિર્વાદ અને સંતોના વરદ હસ્તે આ વિધિ સંપન્ન થઇ છે. પ્રાર્થના કરીએ કે આવનારા હજારો લોકોની સુવિધાઓ સગવળો અપેક્ષાઓ અહિયા પરિપૂર્ણ થાય અને સૌ કોઇની સુંદરતા, શોભામાં આ સ્થાન વધારો કરો તેવી શુભેચ્છા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.