Abtak Media Google News

સંસ્કૃત ગૌરવ પરિક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થી નોંધાવવા બદલ કરાયું બહુમાન

મોરબીના સાર્થક વિદ્યામંદિરને સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર રાજ્યપાલ એ.પી. કોહલીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. રાજ્યના જે કેન્દ્રના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ થઈ હોય તેવા ત્રણ પરીક્ષા કેન્દ્રોને સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પ્રમાણપત્ર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે મોરબીના સાર્થક વિદ્યા મંદીરને આ સન્માન પ્રાપ્ત થયું છે.

અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરને રાજ્યપાલ એ.પી. કોહલીના હસ્તે સંસ્કૃત ગૌરવ પુરસ્કાર અર્પણ કરવમાં આવ્યો હતો. આ તકે શિક્ષણમંત્રી અને સાંસ્કૃતિકમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.