Abtak Media Google News

હૈદરાબાદમાં ભાજપના નેતાઓને સંબોધન દરમિયાન અમિત શાહે રામ મંદિર નિર્માણનું કાર્ય ચૂંટણી પહેલા શરૂ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાનો વિજય વિશ્વાસ ભાજપ પ્રમુખ અમિત શાહે વ્યકત કર્યો છે. હૈદરાબાદ ખાતે પક્ષના નેતાઓની હાજરીમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પહેલા મંદિરના નિર્માણ માટેની તૈયારીઓ થઈ જશે.લોકસભા ચૂંટણી જીતવાની તૈયારી ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો કરી રહ્યાં છે. કોંગ્રેસે મહાગઠબંધન બનાવી ભાજપનો વિજય રોકવાનો પ્રયાસ કર્યો છે. અલબત કોંગ્રેસના પ્રયાસોમાં અનેક ખામી છે. કોંગ્રેસ પાસે લોકો સમક્ષ મુકી શકાય તેવો ચહેરો નથી. જયારે ભાજપ પાસે વડાપ્રધાન મોદી જેવા લોકપ્રિય નેતા છે ઉપરાંત રામ મંદિર જેવો લોક લાગણીથી તરબોળ મુદ્દો પણ છે. આવા સમયે અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે.

Advertisement

ભાજપ પ્રમુખ અમિત શાહ ગઈકાલી હૈદરાબાદના પ્રવાસે છે. તેમણે તેલંગણા સ્ટેટ યુનિટ ઓફિસ ખાતે ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણનું કાર્ય લોકસભા ચૂંટણી પહેલા શરૂ થઈ જશે.

કોંગ્રેસ પણ રામના શરણે !Bjp

કેરળ કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા રામના શરણે પહોંચી છે. કેરળમાં પ્રમ વખત રામાયણના મુદ્દે ચૂંટણી લડાવવા જઈ રહી છે. આગામી તા.૧૭મીથી કેરળમાં કર્કડકમ નામનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. જેને રામાયણ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મહિના દરમિયાન સીપીએમ અને કોંગ્રેસ રામાયણ સમજાવવા માટે વિવિધ કાર્યક્રમો આપશે. આ સમયગાળામાં લોકોને ‘સાચા’ રામી માહિતગાર કરવા સીપીએમ દ્વારા વ્યાખ્યાન યોજાશે. જયારે કોંગ્રેસના સાંસ્કૃતિક વિભાગ પણ રામાયણ અને રામની પરિભાષા લોકોને સમજાવશે.

એકંદરે ભાજપ અને આરએસએસને કેરળમાં સત્તાથી દૂર રાખવા સીપીએમ અને કોંગ્રેસ જેવા પક્ષો પણ રામાયણનો મુદ્દો ઉપાડી રહ્યાં હોવાનું ફલીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.