Abtak Media Google News

અનામત મુદે નમતુ નહી મુકાય: કાલાવડ સભામાં હાર્દિકનો હુંકાર

કાલાવડમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા વિશાળ સભા યોજવામાં આવી હતી. જેમાં અનામત મુદે મહામંથનના આ કાર્યક્રમમાં હાજરી આપવા અને પાટીદાર સમાજ હરહંમેશ માટે નિર્દોષ ભાવે લોકોની સેવામાં લોકોના કામમાં જોડાયેલો છે. આ અમારી લડાઈ છે કહેતા જણાવેલ કે હું પ્રથમવાર કાલાવડ આવ્યો છું. જેમાં આવતા જ આણંદપર ગામે તેમજ જશાપર ગામે સારું ઉષ્માભયુર્ં સ્વાગત કરવામાં આવ્યું હતું અને મારી વૃદ્ધો માતાઓ તેમજ બહેનો અને વડીલોએ મને આર્શીવાદ આપ્યા. છેલ્લા બે વર્ષથી પાટીદાર સમાજને અનામતનો લાભ મળે પાટીદાર સમાજની આવનારી પેઢીને એક પણ ‚પિયો ખર્ચાયા વગર ડોનેશન ન દેવુ પડે સરકારી નોકરી હોય કે સરકારી પ્રાઈવેટ સ્કુલ હોય જેમાં એડમિશન મળે, તનતોડ મહેનત કોઈ કાલાવડની ખેડુતની દીકરી કરતી હોય કે કાલાવડના ખેડુતનો દીકરો કરતો હોય અને એને ધોરણ ૧૨ની અંદર ૭૫ ટકા ઉપર માર્કસ આવે જે હિન્દુસ્તાનની કે ગુજરાતની કોઈપણ કોલેજ ઉપર હાથ મુકે અને એ કોલેજની અંદર એડમિશન મળે તેવા પ્રયાસ સાથે કોઈ વિધવા મહિલાના દીકરાને કોન્સ્ટેબલની પરીક્ષામાં ૧૦૦ માંથી ૫૫ માર્કસ આવતા હોય ને વિધવા મહિલાના દીકરાને કોઈપણ જગ્યાએ એડમિશન મળતું હોય કે સરકારી નોકરી મળતી હોય, કોઈ ખેડુતને આત્મહત્યા નો કરવી પડે આ તમામ મુદાઓ સાથે તમે અને હું આ સમાજની હિત માટેની લડાઈમાં જોડાયા છીએ.

તમને પણ ખબર છે કે આ લડાઈ છે તે સાચી છે. આજે વગર બસ કે કોઈ વ્યવસ્થા વગર તમો લોકો સ્વયંભુ આ સંમેલનમાં પધાર્યા છો. જેનું ૧૦૦% કારણ એ કે તમારે અનામત જોઈએ છે અટલે આવ્યા છો. છેલ્લા ૩૦ વર્ષથી ખરેખર અનામત સીટની જ‚ર નથી અને જયા જ‚ર છે ત્યા આપતા નથી જે લડાઈ છે તે સાચા અર્થમાં કોઈને દેખાતી નથી. જે લડાઈની અંદર સાચા અર્થમાં લોકો જોડાયા છે તેને કોઈ સમજ આવતી નથી તમે એટલું વિચારો ગુજરાતની અંદર પટેલ સમાજના આંદોલનની અંદર પાટીદાર સમાજનો વિરોધ કરવાવાળા પાટીદારો જ છે. અન્ય સમાજના લોકો આપણો વિરોધ કરતા નથી. ટીવી ડીબેટમાં કપે કોંગ્રેસને કેમ મળવા ગયા હતા. જાણે કે અમો પાકિસ્તાનના નવાબ શરીફને કેમ મળવા ગયા હોય તેવો હાવ ઉભો કરવામાં આવે છે. આમ પોલીસ બંદોબસ્ત વચ્ચે બહોળી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતા અને અનામત મુદે પાટીદાર સમાજ નમતું નહીં જ જોખે તેવો હાર્દિક પટેલે હુંકાર કર્યો હતો અને અનામત આંદોલન વિશે લોકોને એક થવા માટે હાંકલ કરી હતી. હાર્દિક પટેલ સહિત તેમના ક્ધવીનરો

લલીત વસોયા અને રેશ્મા પટેલ સહિત ગુજરાતના ક્ધવીનરો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની અનામત અંગે વિચારધારા બદલે અને પાટીદાર સમાજને અનામતમાં સમાવેશ કરવામાં આવે તે સંબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.