Abtak Media Google News

આક્રમક વલણ રમતમાં અપનાવી માસ્ટર બ્લાસ્ટરે મેગ્રાથ અને તેના મનસુબા પર પાણી ફેરવી નાખ્યું

ભારતનાં ભૂતપૂર્વ ખેલાડીને માસ્ટર બ્લાસ્ટરની છબી પ્રસ્થાપિત કરનાર સચિન તેંડુલકરે તેના ઘણા સંસ્મરણો વાગોળ્યા હતા અને હાલનાં લોકડાઉન સમયમાં ખેલાડીઓને માનસિક રીતે સ્વસ્થ કરવા માટે ઘણી ખરી વાતો પણ કરી હતી જેમાં સચિન તેંડુલકરે ૧૯૯૯ની એડિલેડ ટેસ્ટ મેચ કે જે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી તે અંગેના સંસ્મરણો પણ લોકો અને ખેલાડીઓ સમક્ષ મુકયા હતા. આ પ્રસંગે તેંડુલકરે જણાવતા કહ્યું હતું કે, કેવી રીતે તેને સ્પીડસ્ટર મેગ્રાથની થીયરીને તોડી ? સચિનનાં જણાવ્યા પ્રમાણે તે મેચ દરમિયાન સૌથી શાંત અને સંતુલિત રહી મેગ્રાથનાં એક-એક બોલનો સામનો કરી રહ્યો હતો જેમાં ઓસ્ટ્રેલિયન ટીમની સ્ટેટ્રેજી પ્રમાણે સચિનને ૭૦ ટકાથી વધુ બોલ એવા નાખવા કે સીધા વિકેટ કિપર પાસે જ પહોંચે અને ૧૦ ટકા એવા બોલ કે જે કલોઝ બેટ કોન્ટેકટ થાય જો આ કરવામાં ઓસ્ટ્રેલિયન બોલરો સફળ થાય તો સચિનની વિકેટ મળી શકે ત્યારે સચિનને આ અંગેની જાણ થતા જ તેને પોતાની જાતને સંતુલિત કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના ઘટતાની સાથે જ સચિને મન બનાવી લીધું કે બીજા દિવસની રમત તે આક્રમક રીતે રમશે અને મેગ્રાથની શાંત પાડવાની થીયરીને તોડી પાડશે. આ સમયે વધુ વાતો વાગોળતા સચિને જણાવ્યું હતું કે, પ્રથમ ઈનિંગ પુરી થવાને માત્ર ૪૦ મિનિટની જ વાત હતી ત્યારે મેગ્રાથે ફટાફટ ૫ થી ૬ મેડન ઓવર નાખી હતી પરંતુ બીજા દિવસની શરૂઆત થતા જ સચિન આક્રમક રૂખ અપનાવ્યું છે. તેને માહિતી આપતા જણાવયું હતું કે, ઘણા ખરા સારા બોલ બોલર દ્વારા નાખવામાં આવ્યા હતા જેમાં તેને બોલરનાં પણ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તે હજુ પણ ક્રિઝ ઉપર યથાવત છે. સચિનનાં જણાવ્યા મુજબ બીજા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સ્ટ્રેટેજીનો પણ અંદાજ આવી ગયો હતો જેમાં બોલરો સચિનને માનસિક રીતે પછાડવા તત્પર હતા પરંતુ બીજા દિવસની રમતની શરૂઆતમાં જ સચિને ફટાફટ બાઉન્ડ્રી ફટકારી મેગ્રાથની થીયરીને તોડી પાડી હતી.

સચિનનાં જણાવ્યા મુજબ તે ટેસ્ટ મેચ અત્યંત રોમાંચકભર્યો રહ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે, મેગ્રાથ સામેની બેટ-બોલની લડાઈમાં તેને પોતાની જાત સાથે વાત કરી જણાવ્યું હતું કે, તે બોલરને તેની રમતને નિયંત્રણ રાખવા નહીં દે પરંતુ બેટસમેન બોલરને નિયંત્રિત કરશે અને તેની નિયત જગ્યા પર બોલ નાખવા મજબુર પણ કરશે જે સ્ટ્રેટેજીથી સચિન તેંડુલકરે ૧૯૯૯ની ટેસ્ટ મેચ રમી હતી. આ પ્રસંગને વાગોળતા સચિન તમામ ખેલાડીઓને સંદેશો પણ પાઠવ્યો હતો કે, લોકડાઉન દરમિયાન કેવી રીતે માનસિક રીતે સ્વસ્થ રહી શકાય. જો આ કરવામાં ખેલાડીઓ સફળ થાય તો તેને લોકડાઉનની સ્થિતિ સહેજ પણ સ્પર્શે નહીં. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ખેલાડીઓને તાકિદ કરી જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન તેઓએ તેમની જાતને ચાર્જ કરવાની જરૂર છે જે માટે રમતથી થોડો સમય અલિપ્ત રહેવું એ પણ આવશ્યક છે. છેલ્લા લાંબા સમયથી રમતા હોવાથી તેઓ તેમની રમતને સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડી શકાય નહીં જે માટે આરામ પણ એટલો જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.