Abtak Media Google News

મગજને શારીરક પીડાની અનુભૂતિ કરાવતું રસાયણ પ્રોસ્ટાગ્લોન્ડીન્સ છે.જે દુખાવાના અસરગ્રસ્ત ભાગના કોશો મારફત પેદા થતુ હોય છે.આ કુદરતી કેમિકલ બનાવવા માટે કોશો cycolooxygenase-2  એન્જાઈમને કામે લગાડે છે.ટુંકમાં cox-2 તરીકે ઓળખાતા ટે એનજઈમનું કાર્ય શરીરનાં જ અમુક કેમિકલ્સ વાપરી તેમનું પ્રોસ્ટાગ્લોન્ડીન્સમાં રૂપાંતર કરવાનું છે.પીડાનો અનુભવ એ દ્રવ્યને આભારી છે,માટે શરીરમાં જ્યાં સુધીતે બન્યા કરતું હોય ત્યાં સુધી દુખાવાની ફરિયાદ ચાલુ રહે છે.એસ્પ્રીન જેવી પીડાશામક ટીકડી લેવામાં આવે ત્યારે દુખાવામાં રાહત મળવાનું કારણ એ છે કે એવી દવા  ના કાર્યને ખોરવી નાખે છે એસ્પ્રીનનનું રાસાયણિક બંધારણ એવું છે કે તેનો રેણું co-2 એન્જાઈમના દરેક રેણું સાથે પોતાનો આકડો ભીડી દે છે.આ ‘નાકાબંધી’ થયા પછી એન્જાઈમસના સર્જન માટે શરીરના કેમિકલ્સને ગ્રહણ કરી શકતા નથી,એટલે દબાતા કે ડેમેજ થયેલા કોશોમાં પીડાનો તીવ્ર સંકેત પેદા થ્રતો નથી.આ સ્થિતિ જો લાંબો વખત રહે નહી.અમુક કલાકોમાં દવાની અસર ઉતરી જતાં cox-2 એન્જાઈમની ‘નાકાબંધી’ ખુલી જાય છે.પીડાનો અનુભવ ત્યારે ફરી થવા લાગે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.