સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા ? વાંચો આ અહેવાલ

0
51

સરકારી ચોપડે રાજકોટ શહેર- જિલ્લામાં 761 કેસ : પોરબંદર જિલ્લામાં સૌથી ઓછા 33 કેસ નોંધાયા 

રાજ્યમાં કુલ 11403 કેસ નોંધાયા, 4179 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 1.51લાખ લોકોનું વેકસીનેશન 

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1908 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 761 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં સૌથી ઓછા 33 કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11403  કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 4179 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 1908 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 663 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 98 કેસો નોંધાયા છે. આમ કુલ 761 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 479 અને ગ્રામ્યમાં 109 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 2488 અને જિલ્લામાં 1928 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.

જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 279 અને ગ્રામ્યમાં 110  મળી કુલ 389 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 125 અને ગ્રામ્યમાં 107 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1067 અને જિલ્લામાં 3749 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 124 અને ગ્રામ્યમાં 91 કેસ નોંધાયા છે. શહેરમાં 71 અને ગ્રામ્યમાં 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1076 અને જિલ્લામાં 2035  લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 61 અને ગ્રામ્યમાં 59  કેસ  નોંધાયા છે. જ્યારે શહેરમાં 45 અને જિલ્લામાં 44 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 500 અને જિલ્લામાં 1764 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકામાં 38 કેસ નોંધાયા છે. એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. 1532 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 53  કેસ નોંધાયા છે. 23 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને 2355 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 51 કેસ નોંધાયા છે. સામે 24 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 717  લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 93  કેસ નોંધાયા છે. 73 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2248 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 98 કેસ નોંધાયા છે. 25 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 378લોકોને વેકસીન આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 57 કેસ નોંધાયા છે. 5 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 252 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં સૌથી ઓછા 33 કેસ નોંધાયા છે.સામે 9 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને  2315 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here