Abtak Media Google News

ઓગસ્ટના બેન્કના કામો જલ્દી પુરા કરી લેજો, પછી બેન્કોમાં હશે રજાઓ

ભારતીય સંસ્કૃતિ એટલે પર્વોની સંસ્કૃતી. અગામી મહિનામાં અનેકવિધ તહેવારો આવવાના છે. ઓગસ્ટના મહિનામાં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો આવી રહ્યા છે. જેમાં ૧૫ ઓગસ્ટ , રક્ષાબંધન, ઓનમ, પારસીઓનું નવું વર્ષ પણ ઓગસ્ટ મહિનામાં આવે છે આ ઉપરાંત રાજાના રવિવાર અને શનિવાર તો રહેવાના જ છે. આમ આ રીતે અગામી ઓગસ્ટ મહિનામાં ૧૪ જેટલી રજાઓ આવાની છે. જે લોકોને બેન્કના કામ હોય એ લોકો એ આ તમા દિવસોને ધ્યાનમાં રાખીને પોતાના કામ પુરા કરવા જોઈએ. આમ તો હવે ટેકનોલોજીના સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સરળ બન્યું છે. જેમાં યુ પી આઈ, મોબાઈલ ટ્રાન્ઝેક્શન, એ ટી એમ વગેરે ઓપ્શન ઉપલબ્ધ છે છતાં પણ જો કાગળિયા કે દસ્તાવેજને લગતા કોઈ બેન્કના કામ હોય તો આ રાજાઓને ધ્યાનમાં રાખીને સમય નિશ્ચિત કરવો હીતાવાહ છે.

Bank Holiday 5

ઓગસ્ટમાં બેંકો આટલા દિવસો બંધ રહેશે

6 ઓગસ્ટ – રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા
8 ઓગસ્ટ – ગંગટોકમાં તેન્દોંગ લ્હો રમ ફાતના કારણે રજા
12 ઓગસ્ટ – બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ
13 ઓગસ્ટ – રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ
15 ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ
16 ઓગસ્ટ – પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ
18 ઓગસ્ટ – શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ
20 ઓગસ્ટ – રવિવારે દેશભરમાં બેંકો બંધ
26 ઓગસ્ટ  – ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા
27 ઓગસ્ટ – દેશભરની બેંકોમાં રવિવારની રજા
28 ઓગસ્ટ  – પ્રથમ ઓનમને કારણે  બેંકો બંધ
29 ઓગસ્ટ – તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક
30 ઓગસ્ટ – જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ
31મી ઓગસ્ટ – રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલના કારણે બેંક રજા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.