Abtak Media Google News

 

Advertisement

મકરસંક્રાંતિ એ જીવનના લક્ષ્યો પુરા કરવાની મહેચ્છા રાખતા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. આપણે વર્ષ દરમ્યાન અલગ – અલગ તહેવારોને ઉજવીએ છીએ . તેના પાછળ પણ કંઈક કારણ છે કે દરેક તહેવાર આપણને કંઇક ને કંઇક શીખવે છે . મકરસંક્રાંતિનો તહેવાર મહત્વપૂર્ણ સમય ગણાવી શકાય. આ તહેવાર પરિવર્તનનો તહેવાર છે. જુનુ ત્યજીને નવુ સ્વીકારવાનો તહેવાર એટલે કે જૂના રાગ – દ્વેષ ત્યજીને આનંદ મંગલમય વાતાવરણને અપનાવીએ. અને વિશેષ; ભગવાન શ્રીકૃષ્ણ પણ ઉતરાયણનું મહત્વ ભગવદ ગીતામાં બતાવ્યું છે. આ દિવસ ખુબ પવિત્ર અને તેજોમય છે ભીષ્મ પિતામહે આ દિવસે સ્વેચ્છાએ શરીર નો પરિત્યાગ કર્યો હતો.તેની શ્રાદ્ધ – સંસ્કાર પણ સૂર્યની ગતિમાં થયેલ આ દિવસો એ દેહનો ત્યાગ કરનાર વ્યક્તિ પુન ; જન્મ માંથી મુક્તિ મેળવે છે તેવી શાસ્ત્રોક્ત દ્રઢ માન્યતા વ્યાપક છે . તેમજ ગુજરાતમાં આ દિવસે છડેલી ધાન ખાવાનો રિવાજ છે એટલે કે આપણે ઘઉં , બાજરી , જુવાર વગેરે જેવા ધાન ને છડીને તેનો ખીચડો બનાવીએ છીએ આ ઉપરાંત તલ , મગફળી , દાળિયાની ચીકી ની પણ હોશે – હોશે લિજ્જત માણીએ છીએ.

 ધાર્મિક પરંપરા :

આ દિવસે દાન – ધર્મનો ખૂબ મહિમા છે . આ દિવસે ગાયોને લીલું ઘાસ, ગૌ માતા નું પૂજન કરવામાં આવે છે. બાજરી, ઘઉંની ઘૂઘરી કરી ગાયોને ખવડાવાય તેમજ દીકરીઓને અન્ન , વસ્ત્ર , ધન વગેરે વસ્તુનું દાન આપાય છે . આ દિવસે જ્યોતિષાચાર્ય પ્રમાણે રાશી પ્રમાણે પણ દાન આપવાનું અનોન્ય મહત્વ છે . આ દિવસને પંજાબ પ્રાંતમાં લોહડી તરીકે ઉજવાય છે . શિયાળાની વિદાયના સમય સૂચક રૂપે પંજાબી લોકો લોહડી ઉત્સવ મનાવે છે , હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પણ આ તહેવારનું અનોન્ય મહત્વ રહેલું છે . લોહડી શબ્દ લોડ પરથી અસ્તિત્વમાં આવ્યો છે . જેનો અર્થ થાય છે આવશ્યકતા એટલે કે દરેક મનુષ્ય વિચારે છે કે તેમની જરૂરિયાત ફક્ત એક જ છે કે તેમનું જીવન ઉત્સવ અને આનંદપૂર્વક પસાર થાય બસ આ એક માત્ર વિચારથી વર્ષ ભર કામ કરવા માટેની પ્રેરણા મળતી રહે છે . દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઉજવે છે પોંગલ એક વાનગી પરથી નામ થયું છે આ ચોખાથી બનતી વાનગી છે . પીંગલ તૈયાર કરી સુર્યનારાયણને પ્રસાદરૂપે ધરવામાં આવે છે .

ગુજરાતમાં તો ખાસ કરીને બે દિવસ ઉત્તરાયણની ઉજવણી થાય છે . 14 મી જાન્યુઆરીએ તો  તરાયણ હોય જ છે , પરંતુ તેના બીજા દિવસે 15 મી જાન્યુઆરીએ પણ વાસી ઉત્તરાયણ તરીકે ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે.

સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા મકરસંક્રાંતિ શરૂ થાય છે , આ દિવસે સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે . સૂર્ય એ કલ્યાણ કરનાર , અમંગળ , દરીદ્રતા – દુ : ખ અને રોગ દૂર કરનાર છે . સૂર્યની ઉર્જા આપણા તન મનમાં નવો ઉર્જાનો સંચાર કરે છે . સૂર્ય સંક્રાંતિ નુ અનોન્ય મહત્વ આપણને મહાભારતમાંથી પણ મળે છે કે આ દિવસે ખાસ ગાયત્રીમંત્ર સાથે સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું ખાસ મહત્વ છે . સંક્રાતિ કાળ દરમ્યાન સૂર્ય ઉપાસના કરવાથી આત્મશક્તિ જાગૃત થાય છે . તન અને મનની શક્તિમાં વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.