કોરોનાની ત્રીજી લહેર બાળકોને કેટલી અસર કરશે ?? જાણો શું કહે છે નિષ્ણાંતો

કોરોના મહામારીનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે. હજી તો બીજી લહેર સમાપ્ત પણ થઈ નથી ત્યાં કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકોમાં જોવા મળી રહી છે. દરેક વૈજ્ઞાનિકો દ્વારા પહેલાથી જ એવું કહેવામાં આવતું હતું કે બાળકોને કોરોનાની ત્રીજી લહેર વધુ અસર કરશે ત્યારે છેલ્લા થોડા દિવસ દરમિયાન વૈજ્ઞાનિકોએ કરેલી રિસર્ચ મુજબ હવે એવું કહેવાય છે કે ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે નહીં તો જાણીએ શું કહે છે નિષ્ણાંતો:

મુંબઇના પેડિયાટ્રિક ચેપી રોગોના નિષ્ણાંત ડો.તનુ સિંઘલે કહ્યું કે બાળકોને કોરોનાથી બાળકોને એટલો જ ખતરો છે જેટલો પુખ્ત વયના લોકો છે. તેમણે ઓગસ્ટ 2020 માં દિલ્હીમાં કરાયેલા બીજા સિરોલોજીકલ સર્વેનું ઉદાહરણ આપ્યું. તેમાં જાણવા મળ્યું કે 5 થી 17 વર્ષની વયના 34.7% બાળકોમાં કોરના વાયરસ જોવા મળ્યો હતો.

‘મોટાભાગના બાળકો ઘરે જ સારું થઈ જાય છે’

કોકિલાબેન હોસ્પિટલનાં સ્પેશિયાલિસ્ટ ડોં. સિંહલ દ્વારા કહેવામા આવ્યું છે કે 99% કોરોનાગ્રસ્ત બાળકો ઘરે સ્વસ્થ થઈ જાય છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયાના માત્ર બે કેસ નોંધાયા છે.થાણેની ગુરુ હોસ્પિટલના ચીફ પેડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને મહારાષ્ટ્રની પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સના સભ્ય ડો. પરમાનંદ અંદનકરએ જણાવ્યું હતું કે, “જો અહેમદનગરના 10,000 બાળકો કોરોનાગ્રસ્ત થયા છે તેમાં મોટાભાગના બાળકોની હાલત ગંભીર નથી અને તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવાની જરૂર નથી. ”

બાળકો માટે સૌથી મોટી ચિંતાની બાબત શું છે?

વિશ્વભરના તમામ ડોકટરોએ બાળકો અને ટીનએજર્સમાં એક ઇન્ફલેમેનટરી કન્ડિશનનો ઈલાજ કર્યો છે જે કોરોનાના ચાર અઠવાડિયા પછી થાય છે. તેને ‘પેડિયાટ્રિક ઇન્ફ્લેમેટરી મલ્ટિસિસ્ટમ સિન્ડ્રોમ’ (PIMS) કહેવામાં આવે છે જે હૃદયને અસર કરી શકે છે અને સ્થિતિ ગંભીર થઈ શકે છે. પિમ્સના લક્ષણો તરીકે આંખો લાલ થવી તથા રેશિઝ થાય છે.

બાળકોમાં કોવિડ અને PIMS વિશે એક સારા સમાચાર એ છે કે તેમની સારવાર સરળતાથી કરી શકાય છે. PIMSવાળા બાળકોને વધારે પ્રમાણમાં સ્ટીરોઇડ્સની જરૂર હોય છે. આ તેમને નસમાં (નસ દ્વારા) આપવામાં આવે છે પરંતુ તે ખર્ચાળ છે. ડોઝ બાળકના વજન પર આધારિત છે. એક સરકારી તબીબે કહ્યું કે ‘આવા એક IV કેટલાક બાળકોમાં 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે.’

ત્રીજી લહેરમાં કોરોના પોઝિટિવ થયેલા બાળકોની સંખ્યા
સોમવારે મહારાષ્ટ્રના અહમદનગરમાં 10,000 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવવાના સમાચાએ માતા-પિતાને વધુ પરેશાન કર્યા છે. મુંબઈની ઘણી-બધી હોસ્પિટલોમાં ચાઇલ્ડ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો કે, પીડિયાટ્રીશ્ન્સને ત્રીજા તરંગ કરતાં તેની ‘હાઇપ’ વિશે વધુ ચિંતિત છે. ચાલો આપણે સમજીએ કે તેઓને કેમ લાગે છે કે ભયનું વાતાવરણ જે સર્જાઇ રહ્યું છે તે વાસ્તવિકતામાં થવાની સંભાવના નથી.