Abtak Media Google News

કોકોનટ થિયેટર અને અબતકનાં સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે  6 વાગે ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી લાઈવ આવી રહી છે જેમાં ગુજરાતી ફિલ્મો-હિન્દી  ફિલ્મો નાટકો અને ટીવી ધારાવાહિક સાથે સંકળાયેલા કલાકારો રોજ લાઈવ આવીને  વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો શેર કરે છે.

ગઈકાલ સેશન ખાસ એવા યુવાનો માટે હતું કે જે દિગ્દર્શક છે અથવા તો દિગ્દર્શક બનવા માંગે છે. ડો. દાભાડે  જણાવ્યું કે ઓગણીસમી સદીનાં ઉત્તરાર્ધ બાદનું રંગમંચ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી દિગ્દર્શક તરીકે ગણવા માંડ્યા એ પહેલા વિદેશમાં નાટકો થતા ત્યારે દરેક પોતાની રીતે કાર્ય કરતા રાઈટર ડિરેક્ટર, એક્ટર ડિરેક્ટર, ટેકનીકલ ડિરેક્ટર પોતાની રીતે દિગ્દર્શન કરતા. જે જેનામાં પ્રવીણ હોય એ એવી જ રીતે એનું આયોજન અને મંચન કરતા. એક ડ્યુક જેણે બર્લીનમાં  રંગમંચના બધા પાસાઓને આવરી નાટ્ય ભજવ્યું ત્યારે એ ડ્યુકને દિગ્દર્શક કહેવામાં આવ્યા, ત્યારબાદ રંગભૂમિ પર સર્વ પ્રથમ દિગ્દર્શક 1874 માં અસ્તિત્વમાં આવ્યો. ભારતમાં સ્થાનિક, ગુજરાતી, મરાઠીની શરૂઆત હતી. 1853, 1843 થી રંગભૂમિની શરૂઆત થઇ ત્યારે દિગ્દર્શક અસ્તિત્વમાં આવી ચુક્યા હતા.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું જીવંત પ્રસારણ માણો: નવોદિત કલાકારોને આ શ્રેણી ખાસ જોવાલાયક

દિગ્દર્શક કોને કહેવાય? એ શું કાર્ય કરે? એને વિસ્તારથી જણાવતા ડો. પ્રભાકર દાભાડે  કહ્યું કે દિગ્દર્શક એટલે નાટકના આશયને, એના દરેક પાસાઓને પ્રેક્ષકોને સરળ રીતે સમજાય એવી માવજત આપે એને દિગ્દર્શક કહેવાય. દિગ્દર્શકમાં ક્યા ગુણ હોવા જોઈએ ? એ બાબતે જણાવ્યું કે દિગ્દર્શકમાં આર્ટિસ્ટીક વિઝન હોવું જોઈએ, ઓર્ગેનાઈઝેશનલ સ્કીલ હોવી જોઈએ, કોમ્યુનિકેશન્સ સ્કીલ હોવી જોઈએ અને ઓપન માઈન્ડેડ હોવો જોઈએ. ઘણીવાર દિગ્દર્શકે નાટક સાથે જોડાયેલા લોકો સાથે કાઉન્સીલીંગ પણ કરવું પડે છે. એને જોઈતું કામ કઢાવવાની કળા આવડવી જોઈએ.

દિગ્દર્શકનું માધ્યમ ટેક્સ, સ્ટેજ, લાઈટ્સ, કોશ્ચ્યુમ વગેરે હોય છે. ટેક્સ એટલે કે લેખન નાટક વાંચી એનો અભ્યાસ કરે છે અને નાની નાની વાતો ધ્યાનમાં રાખી પોતાનો આશય અને દૃષ્ટિકોણ નક્કી કરે છે. જેને એ રીહર્સલ પ્રોસેસ દરમ્યાન નિખારવાનો પ્રયત્ન કરે છે. ડો. દાભાડે  દિગ્દર્શન વિષે ખુબ જ ઝીણી અને સમજવા જેવી વાતો એમના લાઈવ સેશનમાં કરી જે ખરેખર ઉત્તમ છે. રંગભૂમિના દરેકે દરેક વ્યક્તિએ આ સેશન જોવું જ જોઈએ. દિગ્દર્શક ઈમેજીનેશન અને વિઝ્યુલાઈઝેશન માં ફરક કેમ જોઈ શકે ? એ પ્રશ્નનો જવાબ આપતા ડો.દાભાડે સાહેબે જણાવ્યું કે ઈમેજીનેશન એ મનમાં ચાલતો વિચાર છે અને વિઝ્યુલાઈઝેશન ને એક સ્વરૂપ હોય છે જેને તમે સ્પર્શ કરી શકો છો. આવા બીજા અનેક સરસ સજવા જેવા જાણવા જેવા પ્રશ્નો નાં ઉત્તર ડો. દાભાડે સાહેબે કરી.

કેવા નાટકો બનવા જોઈએ ? એનો જવાબ આપતા કહ્યું કે નાટકો જે પ્રેક્ષકોને વિચારમગ્ન કરી દે આત્મ ચિંતન કરવા પ્રેરે એવા નાટકો બનવા જોઈએ. આજે ડો. દાભાડે સાહેબે દિગ્દર્શન વિષે વિસ્તારથી વાતો કરી જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ડો. સતીશ વ્યાસ અદિતિ દેસાઈ, પી.એસ.ચારી, ડો. રઈશ મનીયાર, ભારત યાગ્નિક, ભીમ વાકાની, જયશ્રી પરીખ. જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.તો આજે જ કોકોનટ થિયેટરનાં અબતકના ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરી નામાંકિત કલાકારોને લાઈવ માણો.

આજે જાણીતા કલાકાર રાજુ બારોટ

Img 20210602 Wa0753

કોકોનટ શ્રેણી ‘ચાય-વાય અને રંગમંચ’માં  આજે સાંજે 6 વાગે   જાણીતા કલાકસાર-દિગ્દર્શક  અને લાઈટ ડિઝાઈનર રાજુભાઈ  બારોટ લાઈવ આવીને  તમારી એકટીંગ સ્કીલ કેવી રીતે ડેવલપ કરશો તે  વિષયક પોતાની વાત વિચારો અને અનુભવો શેર કરશે. રાજુભાઈ  બારોટને સંગીત નાટક  અકાદમીનો ગૌરવ પુરસ્કાર અને બી.વી. કારથ એવોર્ડ પણ  મળ્યો છે. તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આજના સેશનથી યુવા કલાકારોને ઘણુ જાણવા મળશે. ગુજરાતી   રંંગીન ભૂમિના વિવિધ પાસાઓની રાજુ બારોટ છણાવટ કરીને માર્ગદર્શન આપશે. તેઓ  1977થી ગુજરાતી થિયેટર સાથે જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.